________________ 002 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્ચ- ટીકાકાર મહર્ષિ શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી પંચાશકપ્રકરણની ટીકાના પ્રારંભમાં મંગલ કરે છેઃ સર્વ અતિશયોથી યુક્ત, શાશ્વત, અસંદિગ્ધ, રાગાદિનો નાશ કરવામાં ચતુર જિનેશ્વરદેવનું વચન જય પામે છે, અર્થાત્ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. (1) જેની કૃપાના વશથી વાણીનું ગુણવાન વિદ્વાનો વડે પ્રશંસા કરાયેલા ગુણથી યુક્ત, (મગ્રન્ક) શ્રેષ્ઠ પ્રકારનું, રુચિકર એવું નિર્માપણું થાય છે. જે નિર્મળતાના પ્રભાવે સાહિત્યકારો (કવિતથ5) સત્ય (મતિ=દોષરહિત કાવ્યાદિપ્રબંધનું સર્જન કરે છે તે હે સરસ્વતી ! હે સ્વામિની ! હે દેવી ! તું અમારી આબાદીના માટે થા. અર્થાત ટીકાકાર મહર્ષિ સરસ્વતી દેવીની કૃપાથી પોતાની આ (પ્રબંધs) સાહિત્યરચનાને (અવિતથs) પારમાર્થિક, (અમલિન=) નિર્દોષ અને વિદ્વાનો વડે પ્રશંસનીય બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રકારની (નિર્મળs) અક્લિષ્ટ રુચિ=) દીપ્તિમતી વાણીને ઇચ્છે છે. હવે ધર્મના અધિકારીનું અને ધર્મના ફળનું વર્ણન કરે છે :- અહીં જેઓને જન્માન્તરથી સંચિત કરાયેલો સાનુબંધ પુણ્યનો અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે તથા નિર્મળ પ્રજ્ઞાથી જેઓનું ચિત્ત અતિશય વિશુદ્ધ કરાયેલું છે. તેમજ જેઓ નિરંતર સુખસંપત્તિથી યુક્ત છે તેવા મહાત્માઓએ તેમજ બીજા પણ મનુષ્યો કે જેઓ જન્મ-જરા-મરણરૂપી પાણીથી ભરેલા અપાર સંસારસમુદ્રની મધ્યમાં રહેલાં છે, વળી રાગ-દ્વેષ અને મોહથી જેમના અધ્યવસાયો અતિશય ક્લિષ્ટ બનેલા છે અને જેઓ અનેક પ્રકારની શારીરિક, માનસિક હજારો આપત્તિથી પીડિત છે તેઓએ પણ અર્થ અને કામને વિષે આદર રાખવાનો છોડીને સકલ કલ્યાણની પરંપરાને આપવામાં સમર્થ, ચિંતામણિરત્ન તથા કલ્પવૃક્ષ સમાન, નિરુપમ-અવ્યાબાધ-સ્વાભાવિક-એકાન્તિક-આત્મત્તિક સુખથી ભરપૂર એવા મોક્ષના કારણભૂત તેમજ આલોક અને પરલોકમાં શાંતિના કારણભૂત એવા ધર્મમાં જ આદર કરવો યુક્ત છે. કારણકે વિદ્વાન પુરુષોએ કહ્યું છે કે જે કારણથી ધર્મ વડે આ લોકમાં આબાદી પ્રાપ્ત થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે તે કારણથી કલ્યાણની ઈચ્છાવાળાએ હંમેશા તે ધર્મને જ સેવવો જોઇએ.” જ્ઞાનનું માહાલ્ય બતાવે છે. સકલ મનુષ્ય-દેવ અને મહર્ષિ વડે પૂજનીય, સકલ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર સ્વભાવવાળા, સર્વ અવસ્થામાં સુંદર, (આ બધા જ વિશેષણો તીર્થંકર પરમાત્મામાં તેમજ ધર્મમાં એમ બંનેમાં ઘટે છે.) જગતમાં સર્વોત્કૃષ્ટ પુણ્યરાશિના ઉદયવાળા ભગવાન તીર્થંકર પરમાત્માના જેવા સુગૃહીત નામધારી (પ્રાતઃ સ્મરણીય), મહિમાવંત તેમજ પ્રવાહની અપેક્ષાએ શાશ્વત એવા તે ધર્મનું મૂળ આગમના નિર્મળ બોધસ્વરૂપ સમ્યજ્ઞાન છે. - કહ્યું છે કે : “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જીવને હેયોપાદેય વસ્તુ સંબંધી જે નિત્યે સમ્યગુ બોધ થાય છે. તે જ્ઞાન કહેવાય છે.” વિશિષ્ટ પ્રકારના પ્રજ્ઞાના અતિશયને ધારણ કરનારા ગંભીર-ઉદાર આશયવાળા, અતીન્દ્રિય અર્થને જાણનારા, શ્રી તીર્થંકર પરમાત્માના પછી (શ્રીસંઘમાં) તરત જ જેમનું સ્થાન છે એવા શ્રી ગણધર