________________
કરી લેવો, હેને વાડ કરવી, હૃક્ષ લીધા સિવાય કોઈને હેમાં ખેતી કરવા ન દેવી, એ બધી આજની “નીતિ ” એ જુના કાળમાં મ્હાટામાં મ્હોટી અનીતિ ', “ ગુ ” ગણાત. એ અનીતિ દિવસે દિવસે પ્રબળ થતી ગઈ. અને “નીતિ ” કે “સુધારો’ મનાવા લાગી! અને હવે એ પણ વખત આવશે-આવા જ જોઈએ-કે વ્હારે આજની નીતિ” (માલકીની ભાવના). અનીતિ-ગુન્હા ગણાશે. - ઘરબાર અને ધનને સંગ્રહ હોવે એ પૂર્વકાળે સમાજને લૂટવા બરાબર ગુના મા, અને અકિંચનત્વ એ ઉંચામાં ઉંચી નીતિ પવિત્રતા મનાતી.અસલી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓહિંદના ઋષિઓ. અને જૈન ધર્મગુરૂઓ સંપૂર્ણ અકિંચનત્વને લીધે જ પૂજાતાકહેવાતા સુધારાની વહેલમાં માલેકીની ભાવનાએ દર્શન આપ્યાં અને તેવા આજે ઘરબાર વગરના કે મુડી વગરના માણસને ગામમાં કે ફળીઆમાં કોઈ આવવા પણ દેતું નથી. એ માણસ તરફ આજે લોકો શકની મંજરથી જુએ છે ! ઉંચામાં ઉંચી નીતિ ” આજે મહટામાં મોટો “ગુન્હો” ગણાય છે! આજે “નિયમ” એ “અપવાદ” બન્યો છે, અને “અપવાદ” એ “નિયમ બને છે!
લગ્ન સંબંધી “નીતિ નું પણ કોઈ સ્થીર ધારણ નથી. જુદા જુદા કાળે, જુદી જુદી પ્રજાઓમાં સ્ત્રી-પુરૂષના સંબંધને અંગે જુદી જુદી ભાવના હતી. આજે હેટામાં હેટા ગુન્હા કે પાપ રૂપ મનાતું ભાઈ–બહેન વચ્ચેનું લગ્ન પૂર્વકાળે પ્રચલિત હતું એમ પાશ્ચાત્ય શોધકો કહે છે અને જેન શાસ્ત્રો તે દુનિયાના ઈતિહાસની
હાંથી શરૂઆત કરે છે તે શરૂઆતના કાળમાં–એટલે કે પહેલા નરેશ અને પહેલા તીર્થકર ઋષભદેવના જમાનામાં તમામ જોડકાં ભાઈ અને બહેનથી જ બની શકતાં એવો “ નિયમ” (નહિ કે અપવાદ) વર્ણવે છે. '
જેમ “રાજાની ભાવના (Concept) તેમજ “લગ્નની ભાવના પહેલપ્રથમ ઋષભદેવે જ ઉપન્ન કરી અને પોતે જ સૌથી પહેલાં બીજા પુરૂષની બહેન અને સ્વાભાવિક પત્ની સાથે લગ્ન કર્યું. અહીં એકાદ બે મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. ઋષભદેવના જમાનામાં સમાજ પ્રકૃતિપૂજક હતા, માલેકીની ભાવના મુદલ નહતી. મનુષ્ય નાગે ફરતે અને ન છૂટકે વૃક્ષની છાલ પહેરતો. ખેરાકી માટે વૃક્ષનાં ફળ-ફૂલનો ઉપયોગ કરતા. ખેતીનામને પ્રાથમિક સુધારે”