________________
૧૨
જૈનહિતેચ્છુ. પાલીસ કોર્ટમાં થવા પામી હતી. લખાણું પાછું ખેંચી લેવાની ના પાડવાને પરિણામે, હેને જોરે અને લૂટારાઓના ઘરમાં બે માસ રહેવા જવાનું સ્વીકારવું પડયું હતું, કે જે દુનિયાને અનુભવ કદાચ હેને આખી જીંદગીમાં પુસ્તક, શાસ્ત્ર કે શાહુકારામાંથી મળી શક્યા ન હોત. એ જેલમાં અમાનુષી જુલમને પાર નહોતે. ઝારના જુલમ જેલની પિલીસ આગળ કાંઈ હિસાબમાં નહતા. અને એટલું છતાં, એક દિવસ જેલના કાયદાની દરકાર ન કરતાં કોઈએ આ લખનાર માટે ખોરાકનું પડીકું ફેં, જે જેલરે દૂરથી જોયું, પરંતુ જેલર નજીકમાં આવે તે પહેલાં તો એક અઠંગ ચેરે તે પડીકું ગુમ કરી દીધું. જેલરે સઘળા કેદીઓની જડતી લીધી અને કાંઈ હાથ નહિ લાગવાથી તે ગુસ્સે થયો અને ચાબુકની મદદથી ચોરી મનાવવા તૈયાર થયે. એક પછી એક કેદીએ ચાબુકનો માર સહન કર્યો પણ પડીકાની વાત કોઇએ માની નહિ. જેલર થાકીને–કહે કે એક “તુરંગના પક્ષી થી ફાટેલી આંખની કરીને-ચુપચાપ પાછો જવા લાગ્યો તે જ ક્ષણે પેલા અઠંગ ચોરે તે પડીકું બહાર કહાડી આ લખનારને તે ખાઈ જવા આગ્રહ કર્યો. પડીકામાંથી થોડું થોડું બધાએ વહેચી ખાવું, એમ કહેવામાં આવતાં તે અઠંગ ચોરે તેમ કરવા સાફ ના કહી, એવી દલીલ સાથે કે, તેઓ સર્વે તો વારંવાર જેલમાં આવતા હોઈ જેલમાં મળતા ભારોભાર પથરીવાળા જુવારના રોટલા અને સડેલી ડુંગળીનું પાણી ખાઈ શકતા હતા પણ આ લખનાર જે તેવી ચીજ ખાશે તો જેલમાં જ ચીતા ખડકવી પડશે! આપણે ચેલેજ કરીશું કે શું આ આત્મભોગ અને માણસાઈની પરાકાષ્ટા કહેવાતા “શાહુકારોમાં જોવામાં આવે છે?
કચ્છને લુટાર જેસલ એક મહાયોગી બને છે અને એના નામનાં ભજનો ગાનારે એક વર્ગ આજે પણ કચ્છમાં હયાતી ધરાવે છે. . મતલબ કે, ચોર અને લુટારા જેને સમાજે તિરસ્કારને વિષય, માન્યા છે તેઓ ખરેખર કાંઈ મનુષ્યત્વહીન, તિરસ્કારપાત્ર નથી. હેમનામાં પણ ઉચ્ચ ગુણો છે, વધુ નહિ તે શાહુકારો જેટલા તો ખરા જ. વાત એટલી જ છે કે, શાહુકારોની દષ્ટિએ ચોર તિરસ્ટારને વિષય છે, ચોરેની દષ્ટિએ શાહુકાર તિરસ્કારને વિષય છે. અપેક્ષાએ બને સાચા છે, “નિશ્ચય થી (from the absolute stand-point) એકે નહિ.