________________
ગુજરાતીમાં શબ્દકોશ
-
–શ્રી મોહનભાઈ શં. પટેલ
કેશ શબ્દની વ્યાખ્યા કરવાનું કઠણ છે. કઈ પણ વસ્તુ સંધરવા- સાચવવાનું પાત્ર; ખાનું, આવરણ અથવા ઘર. શ્રી આપ્ટેના કેશમાં તેના અર્થો આમ આપેલા છેઃ
1. A vessel for holding liquids, pail. 2. A bucket, cup. 3. A vessel in general 4. A box, cup board, drawer, trunk. 5. A sheath, scalebard 6. A case, cover, covering. 7. A store, mass. 8. A store-room 9. A treasury, an appartment where money is kept. 10. Treasure, money, wealth. 11. Gold or silver wrought or unwrought. 12. A dictonary, lexicon, vocabulary. 13. A closed flower, bud. 14. The stone of a fruit 15. A pod 16. A nut-meg, nut-shell. 17. The cocoon of a silk-worm. 18. Vulba, the womb. 19. An cક. 20. A testicle of the scroterm. 21. The penis. 22. A ball, globe. 23. A term for the five vestures which successively
make the body, enshrining the soul. 24. A kind of ordeal. 25. A house. -26. A cloud.
27. The interior of a carriage. 28. A kind of bandage or ligature. 29. An eath.
આમ સંસ્કૃતમાં આવા ભિન્ન ભિન્ન અર્થોમાં તે વપરાયો છે. અન્ય સંસ્કૃત કેશોને પણ અહીં આધાર લઈ શકાય. પરંતુ મહ૬અંશે આ જ અર્થે છે. અંગ્રેજીમાં dictionary, glossary, vocabulary. thesaurus, lexicon આદિ તેના પર્યાયવાચી શબ્દ છે. સંગ્રહ કે તે માટેનું પાત્ર એ સામાન્ય અર્થ છે. ભાષાગત શબ્દો કે વિષયની યાદી અકારાદિક્રમે જે પુસ્તમાં હોય તેને આપણે કેશ કહીશું. આપણે ત્યાં કેશની પૂર્વે શબ્દ, જોડણી, જ્ઞાન, વિશ્ર, આદિ શબ્દ વાપરીને તેના નોખા નોખા પ્રકારો કે ઉપયોગો દર્શાવાય છે. શબ્દકેશ હોય, જોડણુકેશ હય, જ્ઞાનકેશ હોય કે વિશ્વકોશ હોય; એ બધા સંદર્ભ ગ્રંથો છે. નવલકથા, વાર્તા કે કાવ્યની જેમ આદિથી અંત સુધી તે વાંચવાના હોતા નથી. જ્યારે કોઈ વિશિષ્ટ પ્રકારની માહિતી કે જ્ઞાન કે સંદર્ભની જરૂર જણાય ત્યારે આ ગ્રંથનો ઉપયોગ આપણે કરીએ છીએ.
કેશ રચનાનું શાસ્ત્ર હજી આપણે ત્યાં જોઈએ તેટલું વિકસ્યું નથી. આ કામ કઈ સંસ્થા, યુનિવર્સિટિ કે સુજ્ઞ પ્રકાશક પેઢીઓ તવિદેશની મદદ વડે હાથ પર લઈ શકે. કોઈ એક વ્યક્તિ, ભલેને ગમે તેટલી સૂઝ સમજવાળી તે હોય, ગમે તેટલી પ્રકાડ વિદ્વત્તા તે ધરાવતી હોય તેવે તે આ કામ યથાર્થ ન જ કરી શકે. કેમકે ઘણા બધા સંદર્ભો શબ્દની સાથે હોય અને તે બધાની તે વ્યક્તિને જાણ હોય જ એમ ન બને. વળી એક શબ્દ જુદી જુદી વિદ્યાઓમાં ભિન્ન ભિન્ન સંદર્ભવાળા હોય અને તે તમામ સંદર્ભે કેશમાં સંપ્રદાય તો તે કેશ વધારે ઉપયોગી સિદ્ધ થાય.'
આ નાના લેખમાં કેશ રચનાના સિદ્ધાંતનું અશેષ નિરૂપણ શકય નથી, અને અહીં તે પ્રસ્તુત પણ ગમ્યું નથી. પરંતુ શબ્દકોશ પણ કેટલી તરેહ તરેહના હોય છે તેની અલપઝલપ જ અહીં દીષ્ટ ગણી છે. ઈસવીસનના પહેલા સૈકામાં એપીલેનિયસ છે સેફિટ કોશના પ્રકારની એક રચના Homeric Glossary આપી છે. પણ એનું શાસ્ત્ર વિકસવા માંડ્યું મધ્યયુગમાં. ૧૪૪૦માં પ્રગટ થયેલ Promptorium Parvluorum (a store house for the little ones)માં બારેક હજાર લેટિન શબ્દના અંગ્રેજી પર્યાય આપવામાં આવ્યા છે. આ રચના શાળામાં ભણતાં બાળકોના ઉપયોગ માટે જ થઈ હતી. તે પછી તો કોશરચનાના શાસ્ત્રનો વિકાસ અને ઇતિહાસ ઘણે રસિક છે, પરંતુ અહીં આપણે તેમાં નહીં ઊતરીએ. , મુખ્યત્વે શબ્દકોશના ચારેક પ્રકાર ગણાવી શકાય:
. ભાષાને સામાન્ય શબ્દકેશ - ૨. અનુવાદ શબ્દકેશ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org