________________
tબા + અનn.
શ્રી ભુવનેશ્વરી પીઠ, ગંડલ (સૌરાષ્ટ્ર)
ભગવાન વેદવ્યાસ રચિત ૧૮ પુરાણમાં દેવી ભાગવત શ્રેષ્ઠ છે. તેમાં શ્રી ભુવનેશ્વરી દેવીના ચરિત્ર અને વિવિધ કથાઓના વર્ણન છે. હાલમાં જગતના ક્રાન્તિકાળમાં અને આ કળિયુગમાં બધી સુખ મેળવવા તથા અનેક જાતનાં કષ્ટોમાંથી બચવા દેવીની ઉપાસના કરવાનું શાસ્ત્રો કહે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, હનુમાન, ગણપતિ, ક્ષેત્રપાળ, યક્ષ, ગ ધર્વ, વિધાધર વગેરે દેવતાએ અસુરા દે, શ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણ જેવા અવતારી પુરૂષ, ઋષિમુનિઓ, સંપ્રદાયના આચાર્યો, ભુતકાળના ચક્રવર્તી રાજકર્તાઓ, મહાકવિ કાલીદાસ જેવા મહાકવિઓ, વિદ્વાને શ્રી ભુવનેશ્વરી માની ઉપાસનાને લીધે વિશ્વવિખ્યાત થયા હતા. ભારતમાં અનેક દેવદેવીઓનાં મંદિર છે, તે બધા ભુવનેશ્વરીના અંશાવતાર રૂપ છે. ભુવનેશ્વરીની સેવાભક્તિ કરવાથી બધા દેવતાઓની અને દેવીની ઉપાસનાનું ફળ મળે છે. ભુવનેશ્વરી માને મણિદ્વીપ અંતરીક્ષમાં રહેલો છે. તે કૈલાસ વૈકુઠ બ્રહ્મક અને સૂર્યલક ઉપર આવેલ છે. ત્યાં શ્રી ભુવનેશ્વરી દેવી પોતાના પતિ ભુવનેશ્વર મહાદેવ સાથે રહે છે. ત્યાં બધા દેવતાઓ, દવાઓ, યક્ષો, વિદ્યાધરે, કિન્નરો વગેરે શ્રી ભુવનેશ્વરીની સેવા કરે છે. ભુવનેશ્વરી મા શ્ર્લોક ભુવક અને સ્વર્ગલેક વગેરેનું સંચાલન કરે છે.
મણિદ્વીપમાં આવેલા ચિંતામણિગ્રહમાં બિરાજતાં ભુવનેશ્વરી માના સ્વરૂપનું વર્ણન દેવી ભાગવતમાં તેવા સ્વરૂપની અને ચિન ધારણ કરેલી ભવેત આરસની દેદીપ્યમાન મૂર્તિ ગંડલના ભવ્ય મંદિરમાં સંવત ૨૦૦૨મ માની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી પધરાવી છે. બધા ધર્મના અને બધી કોમના પ્રજાજનોમાં જુદા જુદા નામથી રૂપથી દેવીની પૂજા થાય છે અને તે પે તે પોતાની કુળદેવી કહેવાય છે. ભુવનેશ્વરીની સેવાભકિત કરવાથી પોતાની કુળદેવીનાં પૂજનનું ફળ મળે છે. દરેક મનુષ્ય કે દરેક દેશે આ સંસારમાં દુઃખ કષ્ટ રોગ ચિંતા શત્રુઓનું આક્રમણ વગેરેથી મુકત થવા પિતે અને પોતાની પ્રજાને સુખી કરવા ભુવનેશ્વરીની સેવાભક્તિ કરવાથી તેનું અને દેશનું રક્ષણ માતાજી કરે છે. બધા ધર્મ અને સંપ્રદાયવાળા, બધી કેમના જે બૌદ્ધ પારસી પ્રીતી મુસલમાન સૌ કોઈ ભુવનેશ્વરીની સેવાભકિત કરી શકે છે અને માતાજીનાં મંદિરમાં દર્શન કરી શકે છે. - હાલમાં વિષમ કાળ ચાલી રહ્યો છે. સં. ૨૦૧૮ થી નવગ્રહની યુતીવાળા ભયંકર સમય બેસી ગયા છે તેનું પરિણામ સં. ૨૦૩૩ સુધી ભારત અને દુનિયાના દરેક દેશને ભોગવવું પડશે રોગ યુદ્ધ અતિવૃષ્ટિ ભૂકંપ દુકાળ શત્રુઓનું આક્રમણ અને બીજી કુદરતી અને મનુષ્યકૃત આપત્તિઓ દુનિયા ઉપર ઘણી આવી છે અને હજી આવવા સંભવ છે. તેમાંથી પોતાના કુટુંબ પરિવારનું અને દેશનું રક્ષણ કરવાં દરેકે પોતપોતાના ધર્મમાં રહીને ભુવનેશ્વરી મા ની સેવાભક્તિ કરવી વિશે હકીક્ત શ્રી પીઠ પરિચયની ગુજરાતી, હિંદી, મરાઠી, ઇંગ્રેજી, કાનડી વગેરે ભાષાની પુસ્તિકાઓમાં વર્ણવેલ છે.
બધે પત્રવ્યવહાર શ્રી ભુવનેશ્વરી પીઠ–ોંડલ (સૌરાષ્ટ્ર)
બધો પત્રવ્યવહાર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org