Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 22 ધન્યકુમાર ચરિત્ર. શયનગૃહદેવના વિમાન સરખું જઇને ફરી પાછો તે વિચાર કરવા લાગે. પલંગ ઉપર ફુલથી ગુંથેલી જાળી નાખેલી હતી. તેજ ઉપર સોનેરી તાંતણાઓથી ગુંથેલી જાળી હતી. તેમાંથી ચંદ્રના ઉદય સમયને દેખાવ દિપી રહ્યો હતે. ભીંત ઉપર પુરૂષની જેવડા કાચ ચારે બાજુ શેભા આપતા હતા, અભરાઈઓમાં જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલાં આશ્ચર્યથી ચકિત કરી નાખે તેવા, રાજગૃહમાં પણ ન સંભવે તેવા, સુવર્ણ, રૂપું તથા લાકડાના અતિશય સુશિયારીથી બનાવેલા અને ચિત્તને ખુશખુશ કરી નાખે તેવાં રમકડાં દેખાતાં હતાં. ચારે બાજુએ કૃષ્ણગુરૂ, અમ્બર, મૃગમદ, તુરૂષ્ક વિગેરે ધૂપના સુંગધી દ્રવ્ય રૂપાના ધૂપિયામાં નાંખવાથી તેના ધૂમ્રવડે ઓરડે બહેક બહેક થઈ રહ્યો હતો, ચુઆ, ચન્દન, અત્તર વિગેરે વસ્ત્રો ઉપર લગાવેલ હોવાથી તેની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી. ત્યાં તરફ સેના રૂપાના ચંગેરિકાદિ વાસણે પડેલાં જોઈને તે બ્રાહ્મણના હૃદયમાં ભારે દુઃખ થવા લાગ્યું. તેને વિચાર આવે કે અહે આની મૂર્ખતા તે જુઓ! શા માટે નકામે આ પ્રમાણે હજારો રૂપિયાને વ્યય કરતે હશે આ બધી શોભા શા કામમાં આવવાની હતી, વેચાતી લેતાં ચીજના જે ભાવ બેસે છે તેને ચે ભાગ પણ પાછા વેચવા જતા હાથમાં આવતું નથી. ઘણા પૈસા ખરચતાં આ શેર ધૂપ મળે, તેને અગ્નિમાં નાખી રાખ કરવાથી હાથમાં શું આવે છે? આ ફુલના ઢગલા સવાર પડતાં નાખી દેવાને ગ્ય થઈ જશે. આ મેટા કાચ કેદની સાથે સહેજ પણ અથડાતાં કટકે કટકા થઈ જાય છે અને ત્યાર પછી તેની કાણી કેડી પણ કઈ આપતું નથી. મૂર્ખ માણસ હાથે કરીને પિતાના ધનને આમ નાશ કરે છે.'