Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પલ્લવ. . 21 ચતાં રાત પડી જશે. રાતને વખતે ધન સાથે લઈને જવું એ ચગ્ય નથી, માટે રાત તે અહિંજ રહે, સવાર થતાં આપ સુખેથી સીધાવજે. હાલ તે ઈચ્છાનુસાર ભેજનની સામગ્રીને વિકાર કરે અને અમારા ઘર નજીકના બગીચામાં રસેઈ કરીને અમને પાવન કરે.' શ્રેષ્ઠિની વાત સાંભળી બ્રાહ્મણ મનમાં રાજી થયે કેચાલે, ધન પણ મળ્યું ને ઈચ્છાનુસાર ભેજન પણ પ્રાપ્ત થયું. હવે સેવકે બ્રાહ્મણને બગીચામાં લઈ ગયા અને ત્યાં તેની ઇચ્છાથી પણ અધિક લેટ, ઘી, સાકર, દાળ, ચોખા, દુધ વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરીને આપી. બ્રાહ્મણનાહી ધોઈ ભેજન તૈયાર કરતે વિચારવા લાગ્યું કે મને એકલાને આટલી બધી સામગ્રી લાવીને આપી. આ પ્રમાણે વગર વિચાર્યો ખર્ચ કરે છે, તેથી થોડા સમયમાં જ તે ગરીબ થઈ જવાને માટે મેં જે ક્યું તે સારું જ કર્યું છે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેણે રસોઈ તૈયાર કરી અને પિતાની ઈચ્છા પ્રમાણે ભેજન કર્યું. પછી ચાર ઘડી રાત જતાં શ્રેષ્ટિ પાસે આવીને તે ઉભો રહ્યો. શેઠે પણ પિતાના સેવકોને હુકમ કરી દીધું કે–“ઘરના ઉપલા માળમાં મારા શયનગૃહમાં મારી બાજુમાં એક મેટે પલંગ તૈયાર કરી આ મહારાજને સુવાડે.” તેઓએ તે પ્રમાણે કર્યું, એટલે શેઠે બ્રાહ્મણને કહ્યું કે–“આપ દૂરથી આવતા હોવાથી થાકી ગયા હશે, માટે ઉપર જઈ આપ શાંતિથી નિદ્રા . મારે વખત થતાં હું સુવા આવીશ અને તે વખતે આપણા હૃદયની વાતો એકાંતમાં કરશું? બ્રાહ્મણ “બહુ સારૂ” એમ કહી ઉપર ગયે. ઉપર જઈ શયામાં બેઠે બેઠે ચારે બાજુ જેવા લાગે તે