Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. આ પ્રમાણે તે ઘરના બારણામાં ઉભે ઉભે વિચાર કરતા હતા, તેવામાં દેવભદ્ર શેઠે તેને દીઠે, એટલે શેઠે આસન ઉપરથી ઉઠી એકદમ સામે આવીને કહ્યું કે– મહારાજ ! આ ! આપના પગલાં આ બાજુ કરે ! આ આસનને આપ દીપા !" આ પ્રમાણે શિષ્ટાચાર કરી પિતાના આસનની પાસે તેને બેસાડ્યો. તે બ્રાહ્મણ ગુણ વિનાને તથા કંજુસ છતાં પૈસાવાળે હેવાથી આટલું માન પામ્યું. કહ્યું છે કે - सर्वत्र सेव्यते लोकैः, धनी च कृपणो यदि / स्वर्णाचलस्य परितो, भ्रमन्ति भास्करादयः / / ધનવાન માણસ કૃપણ હોય તે પણ લેકે તેની સેવા કરે છે. હિમાચળ સેનાને હોવાથી તેની આસપાસ સૂર્યાદિ ફરે છે, ‘જો કે હિમાચળ તેમને કશું આપતું નથી.” તે પછી ખુશી ખબર પૂછી શ્રેષિએ બ્રાહ્મણને આવવાનું કારણ પૂછતાં બ્રાહ્મણે કહ્યું કે “અગાઉ તમને પૈસા ધીર્યા છે, હમણાં મારે તેનું કામ પડ્યું છે માટે તે લેવા હું આવ્યો છું. મને મારા પૈસા વ્યાજ સાથે આપે.” શેઠે કહ્યું કે બહુ સારૂં, લેખું કરીને વ્યાજ સાથે તમારૂં સર્વ ધન ખુશીથી લઈ જાઓ.” આ પ્રમાણે કહી લેખું કરનારા પિતાના મુનિમને લાવીને કહ્યું કે આ મહારાજને તેમના ધનનું લેખું કરી વ્યાજ સાથે તેમના રૂપિયા દઈ ઘો. એમને હિસાબ બરાબર કરી આપશે. કડીની પણ ભૂલ થવાનદેશે, કારણકે આ બ્રાહ્મણને હું દેવા ગ્ય છું, લેવા ગ્ય નથી.” પછી મુનિમે ચંખી રીતે લેવું કરીને તે બ્રાહ્મણને વાંચી સંભળાવી તેની આગળ તેનું ધન મૂક્યું અને બ્રાહ્મણે તે લીધું. પછી શેઠે કહ્યું કે મહારાજ, હવે તે પાછો દિવસ પણ સહેજ