________________
- - - દેશના મહિમા દર્શન કરવા બેસે,એ બેમાં ફરક છે કે નહીં? જો તેમાં ફરક છે, તે પ્રથમ સમ્યક્ત્વ પામી વમે ને પછી ફેર સમ્યકત્વ પામે તે ઊંચી દશાનું સમ્યક્ત્વ પામે. એ સ્થિતિ હોવાથી માનવું પડે છે કે આપણે તે પહેલવહેલા જ ધર્મ પામીએ છીએ. નહીંતર કઈ ઊંચી દશા હોત. આ જ કારણથી સમ્યક્ત્વ પહેલાં અપૂર્વકરણ રાખ્યું છે.
ઘણા ભાગે નવા સમ્યક્ત્વ પામનારા; નવા ધર્મ પામનારા ઘણા ઓછા હોય છે. આ ધર્મને લાભ અપૂર્વ છે. કલ્પવૃક્ષ અનંતી વખત. આ જીવને મળ્યાં છે, પણ જૈનધર્મ આ જીવનને મળ્યું નથી. કલ્પવૃક્ષ પૌદ્ગલિક ચીજ માટે કામ લાગે છે. ધર્મ આત્મિક તેમજ પૌગલિક બંને સુખ આપી શકે છે. કલ્પવૃક્ષ ભેગવનારા. યુગલિયા કાળ કરી દેવેલેકમાં જાય તે યુગલિયાથી વધારે આયુષ્યવાળા. દેવલોકમાં ન જાય. અહીં ત્રણ પલ્યોપમ આયુ હોય તે ત્યાં ત્રણથી વધારે નહીં.
ધર્મ એવું કલ્પવૃક્ષ છે કે જેને આશ્રિત, નવા વરસની જિંદગીમાં ૩૩ સાગરોપમની સર્વાર્થસિદ્ધિની સ્થિતિ પણ મેળવી શકે ! કલ્પવૃક્ષમાં માગે તે જ મળે, વગર માગ્યે ન આપે. ધર્મકઃપવૃક્ષ. પાસે માગવું ન પડે. તમારી ચિંતવનમાં ન હોય તેવી ચીજ પણ આપે છે! બધા દેવલેકે દઈ શકે છે. કેઈ જગ્યાએ એવું સ્થાન નથી કે તમને ત્યાં ગર્ભાવાસાદિક જેવું દુઃખ હોય જ નહીં તેવી. સિદ્ધિમાં જે સુખ છે તે અનંતા પુદ્ગલપરાવતું જાય તે પણ ઓછું થવાનું નહીં. સિદ્ધિસુખ મેળવ્યું તે મેળવ્યું જ, જવાનું જ નહીં
દુનિયામાં તે જે બધું મેળવ્યું તે છોડવાનું જ. ૧૪ રાજલોકમાં. જ્યાંથી મેળવે ત્યાંથી છેડવું જ પડશે-છેડવું જ પડે, જ્યારે મેક્ષ. પછી છોડવાનું જ નહિ! તેથી અપૂર્વ સ્થાન મેક્ષ છે. મેક્ષમાં કેઈપણ આત્મગુણ ઓછો થાય નહીં. તેવા મેક્ષ ને દેવલેક આપનાર હોય તે માત્ર ધર્મ જ છે ! તે પણ જિનેશ્વર ભગવંતે કહેલે જ ! તેવા ધર્મમાં હંમેશાં દઢ રહેવું જોઈએ. એ સમજી જેઓ કુટુંબને ધર્મમાં સ્થિર કરશે તે આ ભવ–પરભવમાં કલ્યાણ પામી મોક્ષસુખને. વિષે બિરાજમાન થશે.