Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે જ આત્મા છે એમ સમજાય છે. કોઈ બીમાર માણસની બધી જ ઇન્દ્રિયો કામ કરતી અટકી ગઈ હોય, તે બેભાન - નિશ્રેષ્ટ થઈ ગયો હોય, છતાં પણ જ્યાં સુધી શ્વાસોચ્છવાસ ચાલતો હોય ત્યાં સુધી એ જીવતો છે એમ માનવામાં આવે છે. શ્વાસ બંધ થતાં તે મૃત ગણાય છે, માટે શ્વાસોચ્છુવાસ જ આત્મા છે. આત્મા એ શ્વાસોચ્છવાસનું જ બીજું નામ છે. શ્વાસોચ્છવાસથી ભિન્ન આત્મતત્ત્વનું અસ્તિત્વ માનવું મિથ્યા છે.
આમ, ગાથાની પ્રથમ પંક્તિમાં શ્રીમદે શિષ્યના મુખે કહ્યું કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણને આત્મા માનવા યોગ્ય છે; અર્થાત્ દેહાત્મવાદ, ઇન્દ્રિયાત્મવાદ કે પ્રાણાત્મવાદ - એ ત્રણમાંથી કોઈ એક વાદ સ્વીકારવા યોગ્ય છે. તેનું કારણ જણાવતાં ગાથાની બીજી પંક્તિમાં શિષ્ય કહે છે કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ સિવાય ચેતનનું બીજું કોઈ ચિહ્ન ઇન્દ્રિયગોચર થતું નથી; અર્થાત્ દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી આત્માના ભિન્નપણાની કોઈ નિશાની જણાતી નથી કે જેના વડે આત્મા દેહથી જુદો છે એમ ઓળખી શકાય, તેથી દેહાદિથી આત્માને જુદો માનવો મિથ્યા છે.
આ પ્રકારે શિષ્ય દેહ, ઇન્દ્રિય કે પ્રાણ આત્મા છે એમ ત્રણ વિકલ્પ રજૂ કરે છે. દેહ જણાય છે. આત્મા જણાતો નથી, ઇન્દ્રિય જણાય છે. આત્મા જણાતો નથી, શ્વાસ જણાય છે. આત્મા જણાતો નથી; તેથી જ આ ત્રણ મળીને અથવા તો આ ત્રણમાંથી કોઈ એકને જ આત્મા માનવા પ્રત્યે શિષ્યની બુદ્ધિ પ્રેરાય છે. દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ સૌ એક શરીરના જ અંગભૂત હોવાથી એક શરીરમાં જ સમાય છે, એટલે કે તે સર્વ એકદેહરૂપે છે; તેથી આ દેહ તે જ આત્મા છે, કેમ કે આત્માને દેહથી જુદો માનવા માટે તેનું કોઈ અલગ એંધાણ જણાતું નથી. આત્મા અને દેહને જુદા માનવા મિથ્યા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ માં નાસ્તિકવાદીનો આ અભિપ્રાય રજૂ કરતાં કહે છે કે –
માખણથી વૃત તિલથી તેલ, અગનિ અરણિથી, તરુથી વેલ |
જિમ પડિયાર થકી તરવારિ, અલગો તો દાખ્યો ઈણિ વારિ II
અહીં કહ્યું તે પ્રમાણે જો કોઈ સ્વતંત્ર જીવદ્રવ્ય શરીરમાં રહ્યું હોય તો જેમ માખણમાંથી થી જુદું કાઢી શકાય છે, તલમાંથી તેલ કાઢી શકાય છે, અરણિ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ કરી શકાય છે, વૃક્ષ પરથી વેલડીને જુદી પાડી શકાય છે, મ્યાનમાંથી તલવારને બહાર કાઢી દેખાડી શકાય છે; તેમ શરીરથી આત્મા જુદો દેખાડી શકાત.
આત્મા અને શરીર જુદાં નથી, આત્મા દેહથી ભિન્ન સ્વતંત્ર પદાર્થ નથી એવી નાસ્તિકવાદીઓની દલીલ દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ પ્રસ્થાન ઉપઇ', ગાથા ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org