Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૬
આત્માના જ્ઞાનાદિ ગુણો પણ સર્વત્ર વ્યાપેલા નથી.
આત્માને સર્વવ્યાપી માનનારાઓ એવો તર્ક કરે છે કે આત્મા સર્વવ્યાપક પદાર્થ ન હોય તો પછી આત્માનો જગતના પદાર્થો સાથે સંયોગ કે સંબંધ ન સંભવે. આત્મા સર્વગત ન હોય તો અનંદિગ્દશવર્તી પરમાણુઓની સાથે તેનો સંયોગ ન સંભવે અને એ પ્રમાણેનો સંયોગ જો અસંભિવત હોય તો દેહની ઉત્પત્તિ પણ અસંભવિત જ બની જાય. જો આત્માનું સર્વવ્યાપકપણું ન હોય તો ભિન્ન દિશા અને દેશમાં રહેલાં પરમાણુઓ સાથેના સંયોગનો અભાવ થવાથી દેહનો પણ અભાવ થાય, માટે આત્મા સર્વવ્યાપક છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન
આ દલીલનું સમાધાન એ છે કે એવો કોઈ નિયમ નથી કે જે જેની સાથે સંયુક્ત હોય છે તે જ તેના પ્રત્યે આકર્ષિત થાય છે. લોહચુંબક લોહની સાથે અસંયુક્ત હોવા છતાં પણ લોહને આકર્ષે છે, એટલે કે લોહ અને લોહચુંબકનો પરસ્પર સંયોગ નહીં હોવા છતાં પણ તે બન્ને વચ્ચે આકર્ષણ થાય છે. તેવી જ રીતે આત્મા અને ૫૨માણુઓનો સંયોગ ન હોવા છતાં પણ આત્મા પ્રત્યે પરમાણુઓનું આકર્ષણ થાય છે. પરમાણુસમૂહને આકર્ષવા માટે, મેળવવા માટે આત્મા વ્યાપક હોવો જરૂરી નથી. જેમ લોહચુંબક તરફ લોહ ખેંચાય છે, તેથી કંઈ લોહચુંબકને વ્યાપક પદાર્થ માનવામાં નથી આવતો, તેમ આત્માને પણ સર્વવ્યાપક માનવાની આવશ્યકતા નથી.
–
આત્માને સર્વવ્યાપી માનનારા કહે છે કે આત્માને દેહપ્રમાણ માનવાથી આત્મામાં મૂર્તપણું આવે અને જો આત્મા મૂર્ત હોય તો મૂર્ત દેહમાં પ્રવેશ કરી શકશે નહીં. આત્મા મૂર્ત દ્રવ્ય હોય તો દેહમાં એનો અનુપ્રવેશ અસંભવિત બનશે, કેમ કે એક મૂર્ત પદાર્થનો બીજા મૂર્ત પદાર્થમાં પ્રવેશ સંભવતો નથી. એક મૂર્ત પદાર્થને વિષે બીજો મૂર્ત પદાર્થ પ્રવેશ જ કઈ રીતે કરી શકે? તેથી સંપૂર્ણ દેહ આત્માથી રહિત થશે, માટે આત્માનું સર્વવ્યાપકપણું માનવું જ યોગ્ય છે.
Jain Education International
આ દલીલનું સમાધાન એમ છે કે જો મૂર્ત શબ્દનો અર્થ રૂપાદિથી યુક્ત એમ કરતા હોય તો આત્મા મૂર્ત પદાર્થ નથી. આત્મા અસર્વગત સ્વદેહપરિમાણવાળો હોવાથી તે મૂર્ત રૂપી હોવો જ જોઈએ એવો નિયમ નથી. જે અસર્વગત છે, તે નિયમા રૂપાદિથી યુક્ત હોય છે એમ હોતું નથી. રૂપાદિથી યુક્ત પદાર્થો સાથે અસર્વગતની વ્યાપ્તિનો અભાવ છે, કેમ કે ન્યાય-વૈશેષિકના મત પ્રમાણે મન અસર્વગત હોવા છતાં પણ રૂપાદિમાન નથી. તેમના મત અનુસાર મન જેમ મૂર્ત દેહમાં પ્રવેશ કરી શકે છે, તેમ જૈન દર્શનના મત મુજબ આત્મા પણ મૂર્ત એવા દેહમાં પ્રવેશ કરી શકે છે. દેહને વિષે જેમ મનનો પ્રવેશ સંભવે છે, તેમ આત્માનો પ્રવેશ પણ સંભવે છે. વળી, જળ આદિ પદાર્થોમાં રૂપાદિથી યુક્ત એવું મૂર્તપણું હોવા છતાં પણ તેનો મૂર્ત એવી રેતી આદિમાં પ્રવેશનો નિષેધ નથી, તો રૂપાદિથી રહિત એવા આત્માનો
-
For Private & Personal Use Only
www.jainelibrary.org