Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
તેનો પણ કોઈ સ્વામી હોવો જોઈએ. મકાનમાં બારી-બારણાં આદિનાં જોડાણ હોય છે, તે રીતે પાંચ ઇન્દ્રિય આદિનું દેહમાં જોડાણ છે; માટે તેનો કોઈ સ્વામી હોવો જોઈએ અને એ સ્વામી તે આત્મા છે.
આ તમામ યુક્તિઓથી દેહાત્મવાદનું નિરસન થઈ જાય છે અને સિદ્ધ થાય છે કે આત્મા દેહથી ભિન્ન, એક સ્વતંત્ર વસ્તુ છે. ચૈતન્યવંત આત્માના કારણે જ સર્વ શારીરિક પ્રવૃત્તિ થઈ શકે છે. આત્મા દેહરૂપ યંત્રનો સંચાલક છે. તે દેહરૂપી યંત્રનું સંચાલન કરે છે. આત્માની સત્તા વડે દેહરૂપી યંત્ર ભિન્ન ભિન્ન કાર્યો કરે છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી સમાધિતંત્ર’માં જણાવે છે કે આત્મામાં રાગ-દ્વેષરૂપ ઇચ્છાની પ્રવૃત્તિથી થતાં આત્માના પ્રયત્નથી દેહમાં એક જાતનો વાયુ ઉત્પન્ન થાય છે અને તે વાયુના સંચારથી દેહરૂપી યંત્ર પોતાના કાર્યમાં પ્રવર્તે છે.૧ જીવનું પ્રગટેલું વીર્ય તેની ઇચ્છાને આધીન થઈ પ્રવર્તે છે. બોલવાની ઇચ્છા થવાની સાથે ચેતનનું વીર્ય ઉચ્ચાર થાય તેવાં સ્થળોમાં સ્ફુરે છે. કંઠ, હોઠ, જીભ, ફેફસાં આદિ સ્થળે સ્પંદનક્રિયા થતાં ત્યાં રહેલાં વાયુને વેગ મળે છે, તેથી પુદ્ગલના સ્કંધો અથડાતાં અવાજ ઉત્પન્ન થાય છે; જે અવાજ જીભ, હોઠ, આદિની મદદ વડે યોગ્ય અક્ષરોના ઉચ્ચારરૂપે બહાર આવે છે. આમ, દેહની બધી ક્રિયાઓનું કારણ આત્માના રાગ-દ્વેષરૂપ પરિણામ તથા વીર્યરૂપ પ્રયત્નની પ્રેરણા છે. તેને મદદ કરનાર પુદ્ગલની વાયુરૂપ સૂક્ષ્મ અવસ્થા છે, તેનાથી દેહના હાથ પગ આદિ સ્થૂળ અવયવો પ્રવર્તે છે.
આ પ્રમાણે આત્મા જ દેહરૂપી યંત્રનો યંત્રવાહક છે. યંત્રનો ચલાવનારો યંત્રથી જુદો હોય છે, તેમ દેહયંત્રને ચલાવનારો આત્મા દેહથી જુદો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે
‘યંત્રવાહક યંત્ર ચલાવનારો (Mechanic) જેમ યંત્રથી (Machinery) જુદો છે, તેમ આ દેહયંત્રવાહક દેહયંત્રનું તંત્ર ચલાવનારો આત્મા દેહયંત્રથી જુદો છે; સમસ્ત યંત્ર (Machinery) જેમ યંત્રવાહકને (Mechanic) જાણતું નથી, પણ યંત્રવાહક યંત્રને જાણે છે; તેમ આ સમસ્ત દેહયંત્ર દેહયંત્રવાહક આત્માને જાણતું નથી પણ દેહયંત્રવાહક આત્મા આ સમસ્ત દેહયંત્રને જાણે છે; સમસ્ત સમગ્ર યંત્રસામગ્રી જેમ યંત્રવાહકને પ્રવર્તાવતી નથી, પણ યંત્રવાહક સમસ્ત સમગ્ર યંત્રસામગ્રી પ્રવર્તાવે છે; તેમ સમસ્ત-સમગ્ર દેહયંત્ર સામગ્રી દેહયંત્રવાહક આત્માને પ્રવર્તાવતી નથી, પણ દેહયંત્રવાહક આત્મા સમસ્ત સમગ્ર દેહયંત્ર સામગ્રીને પોતપોતાની પ્રક્રિયારૂપ પ્રવૃત્તિમાં ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, સમાધિતંત્ર', શ્લોક ૧૦૩
'प्रयत्नादात्मनो
Jain Education International
वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि वर्तन्ते स्वेषु कर्मसु ।। '
For Private & Personal Use Only
www.jainelibrary.org