Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હોવાથી જીવને ફળ આપવાનું જાણતાં નથી, તેથી કર્મો ફળ આપે છે એમ પણ માની શકાતું નથી. ઈશ્વરનું ફળદાયકત્વ અને કર્મોનું ફળદાયકત્વ બને સિદ્ધ ન થવાથી જગતમાં સુખ-દુઃખના ભોગવટાનો નિયમ કોઈ રીતે ઘટી શકતો નથી અને જો સુખદુઃખ ભોગવવાપણું જ ન ઘટે તો તેને ભોગવવા માટેનાં સ્વર્ગ-નરકાદિ સ્થાનો પણ કઈ રીતે હોઈ શકે? આ બધા ઉપરથી એમ જણાય છે કે જીવને કર્મનું ભોફ્તત્વ નથી. પોતાનું મનોમંથન શ્રીગુરુ આગળ પ્રગટ કરી, શિષ્ય તત્ત્વનું રહસ્ય પૂર્ણપણે સમજવાની અભિલાષા દર્શાવે છે.
= શિષ્યને એમ લાગે છે કે કર્મો જડ હોવાથી સુખ-દુઃખરૂપ ફળ આપવાનાં વિશેષાર્થ
*| પરિણામવાળાં સંભવતાં નથી. જડ કર્મો જાતે ફળ આપી શકે નહીં. કર્મ કર્મફળદાતા છે એ વિકલ્પ મિથ્યા લાગવાથી, કર્મફળદાતા કોણ છે તેની વિચારણા કરતાં તેને કર્મફળદાતા તરીકે ઈશ્વરને સ્વીકારવાની આવશ્યકતા લાગે છે. તે વિચારે છે કે કર્મ પોતાની જાતે ફળવાન થઈ શકે જ નહીં, કર્મનું ફળ આપનાર ઈશ્વર જેવું કોઈ સર્વશક્તિમાન તત્ત્વ હોવું જોઈએ. જગતમાં દેખાતી વિચિત્રતા સ્વયં કર્મ દ્વારા થઈ શકે નહીં, તેને માટે ઈશ્વરની આવશ્યકતા છે. જગત અને તેમાં જણાતી કર્મફળવ્યવસ્થા સર્વશક્તિમાન ઈશ્વરે કરેલી છે.
કર્મ સ્વયં ફળદાતા ન લાગવાથી શિષ્યને કર્મફળદાતા ઈશ્વરની કલ્પના કરવાની આવશ્યકતા લાગે છે, પરંતુ વિચારતાં તેને સમજાય છે કે જીવને તેનાં કર્મ પ્રમાણે ફળ આપવાનું કાર્ય કરવારૂપ પ્રપંચમાં જો ઈશ્વર પ્રવર્તે તો ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી. જગતમાં જીવો અનંતા છે અને તે પ્રત્યેક જીવને અનંતા શુભ અને અશુભ કર્મો છે. વળી, એક કર્મ પૂરું થતાં બીજા કર્મનો ઉદય થાય, બીજા પછી ત્રીજાનો; વળી, ક્યારેક શુભ હોય તો ક્યારેક અશુભ, ક્યારેક મંદ હોય તો ક્યારેક તીવ્ર; એમ કર્મો સતત બદલાતાં રહે છે; તેથી ફળ આપવાનું કાર્ય જો ઈશ્વર કરે તો ઈશ્વરને દેહ, મન, ઇન્દ્રિયો વગેરે બધું ગ્રહણ કરવું પડે તથા રાગ-દ્વેષમાં પ્રવર્તવું પડે અને તેથી જે શુદ્ધતાના કારણે તે ઈશ્વર ગણાય છે તે મૂળ શુદ્ધતા રહે નહીં. ઈશ્વર એટલે મુક્ત આત્મા, અર્થાત્ જે સર્વ કાર્યોથી મુક્ત છે, જે પરભાવથી રહિત છે તે. અન્યને સુખદુ:ખ આપવાનું કાર્ય જો ઈશ્વરે કરવું પડે તો ઈશ્વર પણ પરભાવનો કર્તા થાય અને તેથી તેની મુક્ત દશા ન રહે. જ્યાં સુધી કોઈ પણ કર્તવ્ય સાથે આત્મા જોડાયેલો હોય
ત્યાં સુધી મુક્ત દશા કહેવાય નહીં. જીવોનાં કર્મોની દેખરેખ રાખવારૂપ અને બધાને તેમનાં કર્મોનાં ફળની વહેંચણી કરી આપવારૂપ ઉપાધિથી ઈશ્વર પરભાવનો કર્તા ઠરે છે, જે તેની મુક્ત દશામાં બાધક થાય છે.
ઈશ્વરના સ્વરૂપ વિષે ઊંડી વિચારણા કરવાથી શિષ્યને દૃઢ નિર્ણય થયો છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org