Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ન થઈ શકે. માટે પ્રદેશો સ્વભાવ(પ્રકૃતિનાં અને તેથી તેનાં નામનાં કારણ છે.
કર્મબંધના પ્રતિબંધ વગેરે ચાર ભેદોને શાસ્ત્રમાં મોદક(લાડુ)ના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રકારના મોદકમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ હોય છે. જે મોદક વાત(વાયુ)વિનાશક દ્રવ્યો નાખીને બનાવેલા હોય તે મોદકનો સ્વભાવ વાતને શમાવવાનો હોય છે. જે મોદક પિત્તનાશક દ્રવ્યો નાખીને બનાવવામાં આવે તે મોદકનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો બને છે. કફનાશક દ્રવ્યો નાખીને બનાવેલા મોદકનો સ્વભાવ કફનો નાશ કરવાનો થાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના મોદકમાં કોઈ પણ જાતના વિકાર વિના ટકી રહેવાની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. અમુક પ્રકારના મોદક એક જ દિવસ ખાદ્ય તરીકે રહે છે, બીજા દિવસે તેમાં વિકાર આવવાથી અખાદ્ય બની જાય છે. જ્યારે કેટલાક મોદક અઠવાડિયું, પંદર દિવસ, મહિનાઓ સુધી પણ ખાદ્ય તરીકે રહે છે. ભિન્ન ભિન્ન મોદકમાં મધુરતા કે સ્નિગ્ધતા વગેરે રસ પણ ન્યૂનાધિક હોય છે. જે મોદકમાં ગળપણ અધિક નાંખવામાં આવ્યું હોય એ મોદક અધિક મધુર હોય છે. અલ્પ ગળપણ નાખીને બનાવવામાં આવેલા મોદકમાં અલ્પ મીઠાશ હોય છે. તે જ પ્રમાણે અધિક ઘી નાખીને બનાવેલા મોદકમાં સ્નિગ્ધતા - ચીકાશ ઘણી હોય છે. અલ્પ ઘીથી બનેલા મોદકમાં અલ્પ ચીકાશ હોય છે. વધારે મેથી નાખીને બનાવેલા મોદક અધિક કડવા અને અલ્પ મેથી નાખીને બનાવેલા મોદક અલ્પ કડવા હોય છે. ભિન્ન ભિન્ન મોદકમાં કણિયારૂપ પ્રદેશોનું પ્રમાણ પણ ન્યૂનાધિક હોય છે. કોઈ મોદક ૫૦ ગ્રામનો, કોઈ મોદક ૧૦૦ ગ્રામનો, તો કોઈ મોદક ૨00 સામનો હોય છે.
મોદક ખાવાથી વાત ઇત્યાદિ વિકાર દૂર થાય છે - આ તેની પ્રકૃતિ એટલે કે સ્વભાવ થયો. મોદક જેટલા દિવસ ટકે તેટલી તેની કાળમર્યાદા છે, સ્થિતિ છે. મોદક મીઠા, કડવા ઇત્યાદિ હોય છે, એ તેનો (સ્વાદ) અનુભાગ થયો. કેટલાક મોદક મોટા, કેટલાક મોદક નાના હોય છે, આ તેનું પરિમાણ છે, પ્રદેશ છે. મોદકમાં જેમ આ ચાર બાબતો છે, તે પ્રમાણે બંધ થનારાં કર્મોમાં પણ એ બાબતો હોય છે. કર્મના વિષયમાં કોઈ કર્મમાં જ્ઞાનને આવરવાનો સ્વભાવ, કોઈ કર્મમાં દર્શનને અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ, એમ ભિન્ન ભિન્ન કર્મનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. કોઈ કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, કોઈ કર્મની ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ભિન્ન ભિન્ન સ્થિતિ હોય છે. કોઈ કર્મમાં તીવ્ર રસ હોય તો કોઈ કર્મ મંદ રસવાળું હોય, એમ ભિન્ન ભિન્ન રસ હોય છે. કોઈ કર્મમાં અલ્પ કર્મપરમાણુઓ, કોઈ કર્મમાં તેનાથી વધારે, તો કોઈ કર્મમાં તેનાથી પણ વધારે, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ન્યૂનાધિક કર્મપરમાણુઓ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org