Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન એને હળવાં બનાવી ભોગવી લે છે અને નવીન કર્મબંધ પણ અલ્પ કરે છે.
ઉત્કર્ષણ આદિની માન્યતાથી એ સિદ્ધ થાય છે કે કર્મની ઉત્તર પ્રકૃતિ, સ્થિતિ અને તેનો ભોગ તે કાંઈ નિયત નથી, તેમાં પરિવર્તન થઈ શકે છે. એક વખત જીવે ખરાબ કર્મ કર્યા હોય, પણ પછી જો તે સારાં કર્મ કરે તો તે દ્વારા પૂર્વબદ્ધ કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થઈ શકે છે; તેમજ સારાં કાર્ય દ્વારા બાંધેલાં સારાં કર્મની સ્થિતિ અને રસને પણ વધારી શકાય છે.
આ પ્રમાણે કર્મનો આત્માની સાથે બંધ થયા પછી પણ કર્મ જે રૂપમાં બંધાયું હોય એ જ રૂપમાં ફળ આપે એવો નિયમ નથી. તેમાં ઘણા અપવાદો છે. જૈન શાસ્ત્રોમાં કર્મની બંધાદિ દસ અવસ્થાઓનું વર્ણન આવે છે. તે આ પ્રમાણે - (૧) બંધ – બંધ એટલે કર્મપુદ્ગલોનું આત્માની સાથે ક્ષીરનીરવતુ બંધાવું. દૂધ અને પાણીનો જેવો યોગ થાય છે, તેવો યોગ કર્મનાં પુદ્ગલો અને આત્માનો થાય છે. આત્મા સાથે કર્મનો સંબંધ થાય છે, તેના ચાર પ્રકાર છે - પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી તે પુદ્ગલો કર્મરૂપ બનતાં નથી. (૨) સત્તા – સત્તા એટલે પોતાનું ફળ ન આપતાં કર્મપુદ્ગલોનું કેવળ સત્તારૂપે રહેવું. બંધાયેલાં કર્મયુગલો નિર્જરા ન થાય ત્યાં સુધી આત્મપ્રદેશો સાથે સંબદ્ધ રહે છે તેને તેની સત્તા કહેવામાં આવે છે. કર્મપુદ્ગલોની નિર્જરા વિપાક આપ્યા પછી થાય છે અને પ્રત્યેક કર્મનો અબાધાકાળ વીતતાં જ તે વિપાક આપે છે, અર્થાત્ અબાધાકાળનો સમય કર્મની સત્તા કહેવાય છે. (૩) ઉદય – ઉદય એટલે કર્મપુદ્ગલોનું પોતાનું ફળ આપવું. કર્મ પોતાનું જે ફળ આપે છે, તે તેનો ઉદય કહેવાય છે. કેટલાંક કર્મ માત્ર પ્રદેશોદયવાળાં હોય છે, એટલે કે તેનાં પુદ્ગલો ઉદયમાં આવીને નિર્જરી જાય છે, તેનું કશું જ ફળ હોતું નથી; પણ કેટલાંકને પ્રદેશોદય સાથે વિપાકોદય પણ હોય છે. એટલે કે તે પોતાની પ્રકતિ પ્રમાણે ફળ આપીને જ નષ્ટ થાય છે. (૪) ઉદીરણા - આત્માના પ્રયત્નવિશેષથી કર્મના નિયત સમય પહેલાં કર્મપુદ્ગલોનું ફળ આપવું. નિયત કાળ પહેલાં કર્મનું ઉદયમાં આવવું તે ઉદીરણા કહેવાય છે. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આપવાને ઉદીરણા કહેવાય છે. જેમ ફળને પ્રયત્નપૂર્વક તેના નિયત કાળ પહેલાં પણ પકવી શકાય છે, તેમ બંધાયેલાં કર્મને પણ નિયત કાળ પહેલાં ભોગવી શકાય છે. (૫) સંક્રમણ - સંક્રમણ એટલે આત્માના પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org