Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તેને મહાતમપ્રભા કહેવામાં આવે છે. આ સાતે નરકો ઉત્તરોત્તર નીચે નીચે છે અને અધિક અધિક વિસ્તારવાળી પણ છે. તેમાં દુ:ખ જ દુઃખ છે અને દુઃખ પણ ઉત્તરોત્તર વધતું જાય છે.
કર્મ ભોગવવા યોગ્ય સ્વર્ગ-નરકાદિ સ્થાનકો લોકમાં આવેલાં છે. લોકનું સ્વરૂપ કેવળી સર્વજ્ઞ ભગવાને પોતાના અનંત જ્ઞાનમાં જોયું અને જણાવ્યું છે. લોકનું સ્વરૂપ સમજાવતાં શ્રી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંતાનંત અલોકાકાશ છે કે જેમાં એકલું આકાશદ્રવ્ય વ્યાપ્ત છે, અલોકાકાશની મધ્યમાં લોકાકાશ છે, જેમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એમ છ દ્રવ્યો છે. આ દ્રવ્યોના સમૂહરૂપ લોક પુરુષાકારે રહ્યો છે અને તે આદિ, મધ્ય અને અંતમાં એટલે કે ત્રણે કાળમાં એ રૂપે જ રહેવાનો છે. પુરુષ બે પગ પહોળા કરી કમરે હાથ દઈ ઊભો રહે તે આકારે લોક છે. તેનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આ પ્રમાણે છે - સૌથી નીચે બે પગના અંતરનો વિસ્તાર સાત રાજુપ્રમાણ છે. મધ્યમાં કટિ પ્રદેશ એક રાજુપ્રમાણ છે. બે હાથની એક કોણીથી બીજી કોણી સુધીનો વિસ્તાર પાંચ રાજુપ્રમાણ છે અને ઉપર શિરોદેશનો વિસ્તાર એક રાજુપ્રમાણ છે. એક રાજુનું માપ અસંખ્યાતા દ્વીપસમુદ્રપ્રમાણ છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં જેમ વધતો-ઘટતો વિસ્તાર છે, તેમ ઉત્તર-દક્ષિણમાં નથી. તેમાં સર્વત્ર લોકનો વિસ્તાર સાત રાજુપ્રમાણ છે. લોકની ઊંચાઈ ચૌદ રાજુપ્રમાણ છે અને ક્ષેત્રફળ ૩૪૩ ઘન રાજુ-પ્રમાણ છે. લોકના મધ્યમાં એક રાજુ લાંબી, એક રાજુ પહોળી અને ચૌદ રાજુ ઊંચી ત્રસનાડી છે. ત્રસ જીવો માત્ર આ ત્રસનાડીમાં જ હોય છે. તેની બહાર લોકમાં સર્વત્ર માત્ર એકેન્દ્રિય જીવોનો વાસ છે.
સર્વજ્ઞ ભગવાને ચૌદ રાજ(ર)લોકપ્રમાણ પુરુષાકારે સ્થિત એવા લોકના ત્રણ ભાગ બતાવ્યા છે - પગથી કેડ (કમર) સુધીનો એક ભાગ, કેડનો બીજો ભાગ અને કેડથી ઉપર માથા સુધીનો ત્રીજો ભાગ. ચૌદ રાજલોકના ઉપરના ભાગ(કેડથી માથા સુધીના ભાગ)ને ઊર્ધ્વલોક, અર્થાત્ સ્વર્ગલોક - દેવલોક કહેવાય છે, તેમાં દેવોનો નિવાસ છે. પ્રથમ બાર દેવલોક છે, તેની ઉપર આવેલાં નવ રૈવેયક વિમાનો અને પાંચ અનુત્તર વિમાનોમાં પણ દેવો રહે છે. સૌથી ઉપર પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ, અષ્ટમીના ચંદ્રના આકાર જેવી સિદ્ધશિલા છે. ચૌદ રાજલોકના મધ્ય ભાગ (કેડના ભાગ)ને તિચ્છલોક, અર્થાત્ મનુષ્યલોક - તિર્યચલોક કહેવાય છે. મધ્યલોકની વચમાં વલયાકારે સ્થિત એક લાખ યોજનના વિસ્તારવાળા જંબુદ્વીપની મધ્યમાં એક લાખ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર’, અધ્યાય ૩, સૂત્ર ૧
“રત્ન-શર્વકરા-વહુક્કા-૫-ધૂમ-તનો-મદીતમ:0માં મૂમયો નાખ્યું-વતા-SSCશપ્રતિષ્ઠાઃ સંતાSઘોડ૫: પૃથુતર1: '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org