Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ફળ જીવે નિયમથી પોતાનાં જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ભોગવવું પડે છે. જીવનો પોતાનો ભાવ જ તે તે અધ્યવસાયનાં ફળ ભોગવવાનું પ્રત્યક્ષ સ્થાનક છે. વળી, ભાવગતિને યોગ્ય દ્રવ્યગતિ, એટલે કે તથારૂપ ફળ ભોગવવા યોગ્ય ક્ષેત્ર પણ આ સંસારમાં છે જ. પોતાના સ્વરૂપને વીસરી જઈ શુભાશુભ પરિણામમાં ઉદ્યમ કરનાર જીવ તે અશુદ્ધ ભાવોનાં ફળ ભોગવી શકે તેવાં સ્થાનકો સંસારમાં આવેલાં છે. જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્યપણે તો ગતિ છે, તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન અને શુભાશુભ દ્રવ્યની મધ્યસ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે અને આ સ્વભાવ અનુસાર જીવ તે તે સ્થાનકોમાં જાય છે.
છ દ્રવ્યોમાં પુગલ અને જીવ એ બે દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. તેમાં આત્માનો કેવળ ઊર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે, જ્યારે પુદ્ગલનો ઊર્ધ્વ, અધો અને તિર્જી એમ ત્રણે તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. દા.ત. અગ્નિ આદિનો ઊર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે, પથ્થર આદિનો અધો ગતિ કરવાનો સ્વભાવ છે, પવનનો તિચ્છ ગતિ કરવાનો સ્વભાવ છે. અહીં પ્રશ્ન થાય કે જો આત્માનો કેવળ ઊર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવ છે તો સંસારી આત્મા ઊર્ધ્વ આદિ ત્રણે પ્રકારની ગતિ કેમ કરે છે? આનું સમાધાન એ છે કે સંસારી આત્માઓને પૌગલિક કર્મોનો સંગ છે, તેથી તેણે પોતાનાં કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. કર્મ અનુસાર તેની ગતિ થાય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશ'માં લખે છે કે “હે જીવ, આ આત્મા પંગુ સમાન પોતે સ્વયં કશે પણ જતો-આવતો નથી; ત્રણે લોકમાં આ જીવને કર્મ જ લઈ જાય છે તથા કર્મ જ લઈ આવે છે.' ૧
આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અનંત વીર્યને ધારણ કરવાવાળો છે તથા શુભ-અશુભ કર્મબંધનથી રહિત છે; તોપણ વ્યવહારનયથી શુભાશુભ ભાવ કરીને અનેક પ્રકારનાં કર્મ ઉપાર્જન કરે છે, તેથી તેણે સંસારમાં રખડવું પડે છે. જેમ કેદી સ્વયં કશે પણ જતોઆવતો નથી, પણ ચોકીદાર જ તેને લઈ જાય છે તથા લઈ આવે છે; તેમ આત્મા સ્વયં કશે પણ જતો-આવતો નથી, કર્મ તેને ત્રણે લોકમાં અહીંથી તહીં લઈ જાય છે. કર્મના કારણે આત્મા ચાર ગતિમાં ભમે છે.
- શુભ, અશુભ અને મિશ્ર એવા અશુદ્ધ ભાવથી ચાર ગતિમાં અનંત કાળથી જીવે પરિભ્રમણ કર્યું છે. જેવા ભાવ કર્યો હોય, તેને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ભૂમિકાનો સંયોગ તેને પ્રાપ્ત થયો છે. શુભ, અશુભ અને મિશ્ર ભાવથી રહિત એવા ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૬૬
'अप्पा पंगुह अणुहरइ अप्पु ण जाइ ण एइ । भुवणत्तयहँ वि मज्झि जिय विहि आणइ विहि णेइ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org