Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 809
________________ ७७६ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સ્વભાવ હોવાથી એકાંત નિત્યપણું ઘટી શકતું નથી. જો ઈશ્વર નિત્ય હોય તો તે જગતને બનાવવા માટે નિરંતર પ્રયત્ન શા માટે ન કરે? જો એમ કહેવામાં આવે કે જ્યારે ઈશ્વરને જગત બનાવવાની ઇચ્છા થાય છે ત્યારે જ તે જગતને બનાવે છે તો એ કથન પણ યોગ્ય નથી, કેમ કે ઈશ્વરની ઇચ્છા ઈશ્વરને આધીન જ હોય, તેથી ઈશ્વરને સદાકાળ જગતને બનાવવાની ઇચ્છા શા માટે ન હોય? આ પ્રકારે અવિરામ જગતને બનાવવારૂપ પૂર્વોક્ત દોષ આવશે. વળી, નૈયાયિકો ઈશ્વરમાં બુદ્ધિ, ઇચ્છા, પ્રયત્ન, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ અને વિભાગ એ આઠ ગુણ માને છે, તેથી ભિન્ન ભિન્ન કાર્યો જોતાં અનુમાન થાય છે કે ઈશ્વરની ઇચ્છાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોવી જોઈએ. આ રીતે ઈશ્વરમાં ઇચ્છાઓનું વિષમપણું હોવાથી ઈશ્વરમાં અનિત્યતાનું નિવારણ કઈ રીતે થઈ શકે? અર્થાત્ ઇચ્છાઓની ભિન્નતાથી ઈશ્વરમાં અનિત્યપણું પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સૃષ્ટિના સર્જન તથા સંહારરૂપ ભિન્ન ભિન્ન ઇચ્છાઓ સંબંધી વિચાર કરતાં એમ પ્રશ્ન થાય કે જો સૃષ્ટિ પોતાને અનિષ્ટ છે તો ઈશ્વરે તેને ઉત્પન શા માટે કરી? તથા જો ઇષ્ટ છે તો તેનો નાશ શા માટે કરે છે? પહેલાં ઇષ્ટ લાગી ત્યારે ઉત્પન્ન કરી અને પાછળથી અનિષ્ટ લાગતાં તેનો નાશ કર્યો એમ માનવામાં આવે તો ત્યાં પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો ઈશ્વરનો સ્વભાવ એક ન કરે. તો ફરી પ્રશ્ન થાય કે એક સ્વભાવ ન રહેવાનું કારણ શું? ઈશ્વરનો સ્વભાવ પોતાની બનાવેલી સૃષ્ટિનો નાશ કરવાનો થયો તો કયા કારણથી તેમ થયું? વિના કારણે સ્વભાવનું પલટાવું હોઈ શકે? જો બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો પ્રશ્ન થાય કે જો સૃષ્ટિ ઈશ્વરને આધીન હોય તો તેણે પોતે સૃષ્ટિને એવી શા માટે થવા દીધી કે તે પોતાને અનિષ્ટ લાગે? પોતાની બનાવેલી સૃષ્ટિ પ્રથમ સારી હતી અને પાછળથી ખરાબ થઈ એમ કહેવામાં આવે તો પ્રશ્ન થાય કે પાછળથી સૃષ્ટિ ખરાબ થાય અને તેનો નાશ કરવો પડે એવું ઈશ્વરે થવા જ શા માટે દીધું? આ પ્રમાણે વિચારી જોતાં ઈશ્વર જગતકર્તા, એક, સર્વવ્યાપી, સ્વતંત્ર અને નિત્ય સિદ્ધ થતો નથી. જેમ જેમ તે મુદ્દાઓ ઉપર વિચાર કરવામાં આવે છે, તેમ તેમ તેમાં રહેલી વિસંગતિઓ સ્પષ્ટ થતી જાય છે. તેઓ ઈશ્વરને જગતકર્તા, એક, સર્વવ્યાપી, સ્વતંત્ર અને નિત્ય સિદ્ધ કરવા માટે જે દલીલો કરે છે તે ન્યાયયુક્ત સિદ્ધ થતી નથી. ઈશ્વર સૃષ્ટિને ઉત્પન્ન કરનાર નથી, તેમ ઈશ્વર કોઈના કર્મને સર્જતો પણ નથી અને તેનાં કર્મોનાં ફળ પણ આપતો નથી. ન તો સર્વપ્રથમ આ જગતયંત્રને ચલાવવા માટે કોઈ ચાલકની આવશ્યકતા છે, ન જીવોનાં પુણ્ય-પાપના હિસાબ રાખનારા કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811 812 813 814 815 816