Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 811
________________ ૭૭૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જૈન દર્શન અનુસાર જગત સ્વતઃસિદ્ધ છે. સંસારના પદાર્થોની ઉત્પત્તિ પુદ્ગલના સંયોગાદિ દ્વારા થાય છે. તેને ઉત્પન્ન થવા માટે પોતાનાં જ કારણો હોય છે. તેનું અસ્તિત્વ ઈશ્વરના કારણે નથી. ઋતુઓનું પરિવર્તન, રાત-દિવસનો વિભાગ, નદીનાળાં, પહાડ આદિનાં વિવર્તન વગેરે સર્વ પુદ્ગલદ્રવ્યોના સંયોગ, વિભાગ, સંશ્લેષ, વિશ્લેષ આદિના કારણે સ્વયં થતાં રહે છે. તદ્દન સ્વચ્છ આકાશમાં એકાએક વાદળોના છવાઈ જવામાં, તદ્દન શાંત વાતાવરણમાં એકાએક વાવંટોળરૂપે વાયુના વ્યાપી જવામાં અને પછી થોડી જ વારમાં એ બધું વીખરાઈ જવામાં કોઈ ઈશ્વર કારણરૂપ નથી; કિંતુ પુદ્ગલપરમાણુના સ્નિગ્ધ-રુક્ષ સ્પર્શોના આધારે થતા સ્વાભાવિક સંયોગો અને વિયોગો કારણરૂપ છે. પરમાણુઓના સંયોજનમાં કે કંધોના વિઘટનમાં ઈશ્વરકર્તુત્વને કોઈ સ્થાન નથી. એ સંયોજન અને વિઘટન કેવી રીતે થાય છે એ પ્રશ્ન ઉપર જૈન શાસ્ત્રોમાં સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. જૈન દર્શનકારોએ સ્કંધનિર્માણની ખૂબ જ સમુચિત રાસાયણિક વ્યવસ્થા દર્શાવી છે. દશ્ય જગત અનંત પુદ્ગલપરમાણુઓના બનેલા સ્કંધોનું પરિણામ છે. દરેક સ્કંધની અંતર્ગત રહેલાં પરમાણુઓમાં એટલો પ્રભાવક રાસાયણિક સંબંધ છે કે સર્વનું પોતાનું સ્વતંત્ર પરિણમન થતું હોવા છતાં પણ તેનાં પરિણમનોમાં એટલું સાદૃશ્ય હોય છે કે જાણે તેની પૃથક્ સત્તા જ ન હોય એમ લાગે છે. પર્વત આદિ મહાત્કંધ સામાન્યતયા પૂળ દૃષ્ટિથી એકરૂપે દેખાય છે, પણ તે છે અનંત પુદ્ગલપરમાણુઓના વિશિષ્ટ સંબંધને પ્રાપ્ત થયેલો પિંડ જ. જ્યારે પરમાણુ કોઈ સ્કંધમાં ભળે છે, ત્યારે પણ તેનું વ્યક્તિશઃ પરિણમન અટકતું નથી, તે તો અવિરામ ગતિથી ચાલુ રહે છે. તાત્પર્ય એ છે કે મૂલતઃ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યશીલ એવાં ગતિશીલ પરમાણુઓના વિશિષ્ટ સમુદાયરૂપ - વિભિન્ન સ્કંધોના સમુદાયરૂપ આ દૃશ્ય જગત, ‘પ્રતિક્ષUT Tચ્છતીતિ નત્િ' એવી પોતાની ગતિશીલ જગત' સંજ્ઞાને સાર્થક કરી રહ્યું છે. આ સ્વાભાવિક, સુનિયંત્રિત, સુવ્યવસ્થિત, સુયોજિત, સુસંબદ્ધ વિશ્વનું નિયોજન સ્વતઃ છે. તેને કોઈ સર્વોતર્યામીની અપેક્ષા નથી. દરેક દ્રવ્ય પોતાની પર્યાયોનું ઉપાદાન છે અને સંપ્રાપ્ત સામગ્રી અનુસાર પોતાને બદલતું રહે છે. આ રીતે અનંત કારણ-કાર્યભાવોની સૃષ્ટિ સ્વયમેવ થતી રહે છે. જીવની સ્થૂળ દૃષ્ટિ જે પરિવર્તનોને જોઈને આશ્ચર્યચકિત થાય છે, તે પરિવર્તનો અચાનક નથી થઈ જતાં; કિંતુ તેની પાછળ પરિણમનોની સુનિશ્ચિત પરંપરા છે. જીવને તો અસંખ્ય પરિણમનોનું એકંદર અને સ્થૂળ રૂપ જ દેખાય છે. પ્રતિક્ષણભાવી સૂક્ષ્મ પરિણમનને તેમજ તેની અનંત કારણ-કાર્યકાળને સમજવાં એ સાધારણ બુદ્ધિનું કાર્ય નથી. વસ્તુના સ્વાભાવિક પરિણમન ઉપર વિચાર કરવાથી એ સિદ્ધાંત સ્થાપિત થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816