Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 792
________________ ગાથા-૮૬ ૭૫૯ છે જ, તદુપરાંત શીલ-વતનાં પરિણામનો અભાવ પણ તે ત્રણ પ્રકારના આયુષ્યનો આસવ છે. સરાગસંયમચારિત્રની આરાધનાથી, અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ શ્રાવકજીવનની આરાધનાથી, અકામ નિર્જરા કરવાથી, બાલતપ(અજ્ઞાનપૂર્વક કષ્ટ સહન કરવારૂપ તપ)થી, દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યથી, જિનપૂજા-ભક્તિ-ધ્યાનથી, સાધુ-સાધ્વીની સેવા-વૈયાવચ્ચ-ભક્તિથી, કલ્યાણમિત્રના સંપર્કથી, ધર્મશ્રવણ કરવાથી, અવ્યક્ત સામાયિક કરવાથી, વિરાધિત સમ્યગ્દર્શનથી, શોક-સંતાપ ઘટાડવાથી, શુભ લેશ્યાનાં પરિણામથી, ગુણાનુરાગથી, વતપાલનથી, શીલથી, ભાવથી, દાનથી, જીવો ઉપર અનુકંપા કરવાથી, ગુરુવંદનથી, લૌકિક-લોકોત્તર ગુણ ધારવાથી દેવ ગતિનું આયુષ્ય બાંધી જીવ દેવ બને છે. ઉપર જણાવ્યાં તે ચાર ગતિના આયુષ્યબંધનાં મુખ્ય કારણો છે. આયુષ્યનો બંધ પડી ગયા પછી જીવે તે ગતિમાં અવશ્ય જવું પડે એવો અફર નિયમ છે. જીવ જે જે પરિણામનો કર્તા જે જે પ્રકારે થાય છે, તેવા પ્રકારનાં કર્મનો બંધ તે કરે છે અને તથા પ્રકારનાં ફળ ભોગવવા માટે તે તથા પ્રકારનાં ભોગવવા યોગ્ય સ્થાનકોમાં જાય છે. ઉત્કૃષ્ટ શુભ ભાવ વડે ઉત્કૃષ્ટ શુભ કર્મબંધ કરી જીવ દેવ ગતિમાં જાય છે, ઉત્કૃષ્ટ અશુભ ભાવ વડે ઉત્કૃષ્ટ અશુભ કર્મબંધ કરી જીવ નરક ગતિમાં જાય છે અને મધ્યમ શુભ તથા મધ્યમ અશુભ ભાવ વડે મધ્યમ શુભાશુભ કર્મબંધ કરી જીવ મનુષ્ય-તિર્યંચ ગતિમાં જાય છે. આમ, અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય છે અને તે ભોગવવાનાં અમુક સ્થાન હોય છે. તે તે કર્મોનાં ફળ ભોગવવા માટેનાં વિશેષ સ્થાનો જગતમાં છે. શુભાશુભ કર્મફળને ભોગવવા યોગ્ય સ્વર્ગ-નરકાદિ સ્થાન આ વિશ્વમાં છે. તે સ્થાનનો સંયોગ થવામાં ચેતનના પોતાના ભાવ જ કારણભૂત બને છે. શ્રીમદ્ પ્રકાશે છે – “ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે." જીવ જે પરિણામ કરે છે, એ જ મુખ્યપણે તેની ગતિ છે. તે જ્યારે ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે છે ત્યારે તે તત્ક્ષણ શાંતિ, પવિત્રતા, અનાકુળતા, હળવાશ, સરળતા આદિ અનુભવે છે. વળી, જે સમયે જીવ ઉત્કૃષ્ટ અશુભ ભાવમાં હોય છે, તે જ સમયે તે પરિણામથી ઉત્પન્ન થયેલ અશાંતિ, મલિનતા, વ્યાકુળતા, ક્લેશ આદિ અનુભવે છે. એ જ રીતે મધ્યમ શુભાશુભ વિષે સમજવું. આ રીતે આત્માના શુભાશુભ અધ્યવસાયનું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૦ (ઉપદેશછાયા-૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816