Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
৩৩০
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઘણા પુરુષો દ્વારા થતાં કાર્યમાં વિરુદ્ધતા આવે. શું કીડીઓ એકસાથે મળી રાફડો નથી બનાવતી? શું એકથી વધુ શિલ્પકારો એકઠા મળી મહેલ નથી બનાવતા? શું મધમાખીઓ એકસાથે મળી મધપૂડો નથી બનાવતી? આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં કહે છે કે સેંકડો કીડીઓએ બનાવેલ રાફડો, અનેક શિલ્પીઓએ બનાવેલ એક મહેલ કે મંદિર, તેમજ અનેક મધમાખીઓએ બનાવેલ મધપૂડો આદિ કાર્યોમાં એકરૂપતાનો વિરોધ જણાતો નથી, અનેક દ્વારા થતાં કાર્યોમાં પણ વિરૂપતા આવતી નથી.'
એક મધપૂડો બનાવવામાં સર્વ મધમાખીઓ એકમત થઈ મધપૂડો બનાવે છે તો નિર્વિકાર, નિરૂપાધિક એવા ઈશ્વરો એકમત કેમ ન થાય? શું ઈશ્વર મધમાખીઓથી પણ બુદ્ધિહીન છે કે જેથી તેઓ એકમત ન થઈ શકે? અહીં નૈયાયિકો એમ કહે છે કે ઘણી મધમાખીઓ ભેગી થઈ એક મધપૂડો બનાવે છે એ વાત સાચી છે, પરંતુ તે મધપૂડો પણ ઈશ્વરના વ્યાપારથી બને છે. રાફડા, પ્રાસાદ, મધપૂડા જેવાં કાર્યોના કર્તા ઈશ્વર જ છે. આનો સીધો ઉત્તર એમ છે કે જો રાફડા આદિના કર્તા પણ ઈશ્વર જ હોય તો કુંભાર, વણકર આદિની કોઈ જરૂર જ નથી, કેમ કે ઘટ-પટાદિ જેવાં કાર્યોનો કર્તા પણ ઈશ્વર જ સિદ્ધ થાય છે. ત્યારે તો ઘડો બનાવવો, ચોરી કરવી, મારવું ઇત્યાદિ સર્વ કામ ઈશ્વરના વ્યાપારથી બને છે એમ માનવું જોઈએ; અને તો પછી તે તે કાર્યોનાં પુણ્ય-પાપનું ફળ કોને મળશે?
ઘટ-પટાદિ કાર્યોનો કર્તા કુંભાર, વણકર આદિ પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી તેનો અપલાપ કરવા યોગ્ય નથી એમ તેઓ કહે તો તેમને પૂછી શકાય કે કીડી આદિનો એવો ક્યો અપરાધ છે કે સતત પરિશ્રમથી સાધ્ય એવા રાફડા આદિ કાર્યોના કર્તા તરીકે તેનો અમલાપ કરવામાં આવે છે? કીડી આદિએ શું અપરાધ કર્યો છે કે તેને રાફડા આદિના તેના કર્તા ન કહેતાં તેના કર્તા તરીકે ઈશ્વરને સ્થાપવામાં આવે છે.
વળી, અનેક ઈશ્વર માનવામાં આવે તો એક જગત બનાવવામાં વિવાદ થાય એવી તેમની દલીલ યોગ્ય નથી, કારણ કે તેમના મત અનુસાર ઈશ્વર સર્વજ્ઞ છે. જો ઈશ્વર સર્વજ્ઞ હોય તો સર્વ ઈશ્વરનું જ્ઞાન એકસરખું થયું અને તેથી જગત બનાવવામાં મતભેદનો પ્રશ્ન જ ઊઠતો નથી. વળી, ઈશ્વર પવિત્ર છે, તેથી તેમને ઝગડા સંભવતા નથી. જો તેઓ ઝગડા કરે તો તેમને ઈશ્વર કોણ કહેશે? માટે ઈશ્વરને અનેક માનવામાં કોઈ દૂષણ નથી. પરસ્પર પ્રતિભેદના ભયથી ઈશ્વરની એકત્વ કલ્પના, ભોજન આદિ ખર્ચના ભયથી કોઈ કૃપણ પુરુષ પોતાના સ્વજનોનો ત્યાગ કરીને જંગલમાં આશ્રય કરે ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષણસૂરિજીકૃત, ‘સ્યાવાદ મંજરી', શ્લોક ૬ની ટીકા
'अनेककीटिकाशतनिष्पाद्यत्वेऽपि शक्रमनः, अनेकशिल्पिकल्पितत्वेऽपि प्रासादादीनां, नैकसरघानिर्वर्तितत्वेऽपि मधुच्छत्रादीनां चैकरूपताया अविगानेनोपलम्भात् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org