Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 784
________________ ૭૫૧ આવી વસ્તુસ્થિતિ છે, તેથી ઈશ્વરને કર્મફળદાતા તત્ત્વ તરીકે માનવાની લેશ પણ જરૂર રહેતી નથી. ઈશ્વરકર્મફળદાતૃત્વવાદ અસંગત ઠરે છે. કર્મફળ ઈશ્વરાધીન છે એ ધારણા મિથ્યા ઠરે છે. ઈશ્વર સંબંધી લોકપ્રચલિત ઉક્તિ છે કે “રામ ઝરુખે બૈઠકે, સબકા મુજરા લેત; જૈસી જિનકી કરની, વૈસા ઉનકો દેત.' લોકવ્યવહારની દૃષ્ટિએ અમુક પ્રકારના જીવો માટે આવી ઉક્તિ કદાચ ઉપયોગી હોય, તોપણ તત્ત્વદૃષ્ટિએ તે યુક્તિયુક્ત જણાતી નથી. ગાથા-૮૫ ઈશ્વર જીવના કોઈ કર્મમાં કારણ નથી. નથી ઈશ્વર કર્મ કરવામાં પ્રેરણા કરતો કે નથી તે કર્મની સજા અને ફળ આપતો. કર્મના નિમિત્તે થતી જીવની વિધવિધ પર્યાયમાં ઈશ્વર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરતો. ઈશ્વર જીવની કર્મલીલામાં કશે પણ વચ્ચે નથી આવતો. ઈશ્વરને જીવના કર્મની સાથે કોઈ સંબંધ નથી. કર્મજન્ય જે સુખ-દુઃખ છે તે પણ ઈશ્વરના હાથમાં નથી. સુખ-દુઃખ જીવનાં કર્મો ઉપર જ આધાર રાખે છે. ઈશ્વર સુખ-દુઃખનો દાતા નથી. જીવ પોતે જ પોતાને સુખ-દુઃખ આપનાર છે. જીવ પોતે જ પોતાનાં સુખ-દુઃખનો જવાબદાર છે. ઈશ્વર સુખ-દુઃખનો આપનાર છે એમ માનવું તે યોગ્ય નથી. આમ, જૈન દર્શનમાં એવો સ્પષ્ટ બોધ આપ્યો છે કે પોતાના ભાગ્યનો કર્તાભોક્તા જીવ પોતે જ છે, પોતાનાં સુખ-દુઃખનો જવાબદાર તે સ્વયમેવ છે. જીવ સારું કરે છે તો તેનું ફળ સારું થાય છે અને ખરાબ કરે છે તો ખરાબ ફળ થાય છે. સારાં અને ખરાબનો જવાબદાર સ્વયં છે. જીવ જે સુખ-દુ:ખને ભોગવે છે તે તેણે કરેલાં કર્મોનું જ ફળ છે. જીવે બાંધેલાં કર્મો સ્વયં બળવાન છે. તેની શક્તિ અમોઘ છે. કર્મો ઉદયમાં આવી જીવને તેના શુભાશુભ ભાવોનું ફળ આપે જ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિના કર્મફળની અધિકારી થઈ શકતી નથી. પ્રત્યેકનાં કર્મ સ્વસંબદ્ધ હોય છે, પરસંબદ્ધ હોતાં નથી. આમ, કર્મનાં ફળ પ્રાણીમાત્રને ભોગવવાં જ પડે છે. જે પ્રકારના નિમિત્તપૂર્વક કર્મ બાંધ્યું હોય, તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જીવને કર્મના ઉદય વખતે સંપ્રાપ્ત થાય જ છે. ઉદયને પ્રાપ્ત થયેલ કર્મ ખપાવવા માટે તે ભોગવવું જ પડે છે. એક વાર ઉદયમાં આવે પછી કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી. પોતે બાંધેલાં કર્મોના ઉદયમાંથી જીવને ઉગારવા કોઈ સમર્થ નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, ધરણેન્દ્ર, પદ્માવતી, ચક્રવર્તી, બલભદ્ર, વાસુદેવ, મણિ, ઔષધ, જડીબુટ્ટી, મંત્ર, તંત્ર, યંત્ર આદિ કોઈ તે નિવારી શકવા સમર્થ નથી. ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર આદિને અનેક લબ્ધિઓ હોય છે, તેમનો પુણ્યોદય પણ વિશેષ હોય છે, છતાં તેઓ કર્મના ઉદયને ટાળવાને અશક્ત છે. જિનેન્દ્ર ભગવાન કે જેમનું પુણ્ય સર્વશ્રેષ્ઠ અને સાતિશયવાન છે, જેમની આત્મદશા પૂર્ણપણે પ્રગટી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816