Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭પર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથા જેમને અનંત વીર્ય પણ પ્રગટ્યું છે; તેઓ પણ તેને રોકવાને સમર્થ નથી. જિનેન્દ્ર જેવા મહાપરાક્રમી પુરુષો પણ જો તેમાં ફેરફાર કરી શકે એમ નથી, તો અન્ય પાસે તો શી અપેક્ષા રાખી શકાય? એને રોકવા ત્રણે કાળમાં, ત્રણે લોકમાં કોઈ સમર્થ નથી.
આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે કર્મ પોતે જ પોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે અને તે કર્મો ભોગવી લીધા પછી દૂર થાય છે. અચિંત્ય સામર્થ્યવાળાં કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમી ફળ આપે છે અને ભોગવવાના કારણે નિઃસત્ત્વ થવાથી નિવૃત્ત થાય છે. અમૃત અને ઝેરની જેમ શુભ અને અશુભ કર્મ પોતપોતાના ધર્મો પ્રમાણે ફળ આપે છે, ત્યાં ઈશ્વરની જરૂર ક્યાં રહી? ફળદાતા એવા કોઈ ઈશ્વરની એમાં કાંઈ જરૂર નથી, તેથી ફળ આપનાર ઈશ્વર છે એમ માનવું અયોગ્ય છે. આ પ્રમાણે આ ગાથામાં શ્રીગુરુએ ઈશ્વરના ફળદાતાપણાના વિકલ્પની અનાવશ્યકતા તથા જડ કર્મના ફળ આપવારૂપ સ્વાભાવિક ધર્મનું પ્રતિપાદન કરી, શિષ્યની મૂંઝવણ દૂર કરી આત્માનું કર્મફળભોક્તાપણું સિદ્ધ કર્યું. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘ફળદાતા ઈશ્વરતણી, કથા કરે નહિ સત્ય; કૃત્ય કૃત્ય ઈશ્વર થયા, તેને શો ઉત્પાત. માટે ઈશ્વરની કંઈ, એમાં નથી જરૂર; એ તો શાંત સુધારસે, રહ્યો સદા ભરપૂર. પ્રભુને પરની શી પડી, જાણે એમ ખચીત; કર્મ સ્વભાવે પરિણમે, કાળ અનાદિ રીત. બંધ વડે સત્તા વિષે, રહ્યા કર્મ જે પૂર્વ; ઉદય ભાવ ફળ આપીને, થાય ભોગથી દૂર.''
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૫ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૩૭-૩૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org