Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ભૂમિકા
ગાથા ૮૫માં શ્રીગુરુએ કહ્યું કે ફળદાતા ઈશ્વરની કંઈ જરૂર નથી, કારણ કે કર્મ પોતે જ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે છે અને ભોગવવાથી નિઃસત્ત્વ થઈને નિવૃત્ત થાય છે.
ગાથા
ગાથા
ગાથા ૮૧માં શિષ્યે કહ્યું હતું કે ‘ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય', અર્થાત્ જો ઈશ્વરની સિદ્ધિ ન થાય તો આ જગતની વ્યવસ્થા ટકી શકે નહીં. સારા કર્મનું ફળ સારું જ મળે અને ખરાબ કર્મનું ફળ ખરાબ જ મળે એવો કોઈ નિયમ રહે નહીં અને સર્વત્ર ગેરવ્યવસ્થા પ્રવર્તે. વળી, તેવા ઈશ્વર વિના શુભાશુભ કર્મના ફળ ભોગવવાનાં સ્થાન પણ રહે નહીં. દેવલોક, નારકલોક આદિ ઉત્કૃષ્ટ પુણ્ય-પાપ ભોગવવાનાં સ્થાનકો હોઈ શકે નહીં, કારણ કે તેમાં પણ ઈશ્વરના કર્તૃત્વની જરૂર રહે છે.
—
કર્મફળદાતા તથા જગતકર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થતાં ઈશ્વરત્વને બાધ થાય છે અને તેવા ઈશ્વરની અસિદ્ધિ થતાં જગતની વ્યવસ્થા તથા કર્મફળ ભોગવવા યોગ્ય વિશિષ્ટ સ્થાનકો પણ સિદ્ધ થઈ શકતાં નથી. શિષ્યની આ મૂંઝવણનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે
અર્થ
૮૬
Jain Education International
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.' (૮૬)
ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય! જડચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તોપણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. (૮૬)
For Private & Personal Use Only
તેમ જ, ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન ક્યાંથી હોય, કેમકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે
www.jainelibrary.org