Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરી દે છે એ સર્વજનસિદ્ધ છે, તે જ પ્રમાણે એક જ જીવ ગૃહીત સાધારણ કાર્પણ વર્ગણાનાં પરમાણુઓને પોતાનાં શુભાશુભ પરિણામો વડે પુણ્ય અને પાપરૂપ પરિણત કરી દે છે. ૧
કર્મપરમાણુઓ જીવના રાગાદિ ભાવનું નિમિત્ત પામીને જુદી જુદી રીતે પરિણમે છે. જ્યાં સુધી આ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યાં નથી હોતાં, ત્યાં સુધી તેનામાં કોઈ ભેદ હોતો નથી; પણ જીવના રાગાદિ ભાવોની તરતમતાના નિમિત્તે પરમાણુઓમાં તરતમતા ઊભી થાય છે. કર્મરૂપે પરિણમવા યોગ્ય પરમાણુઓ જ્યાં સુધી આત્મા સાથે સંબદ્ધ થયાં નથી, અર્થાત્ વિશ્વમાં કાર્મણ વર્ગણારૂપે વિચરી રહ્યાં હોય છે, ત્યાં સુધી જીવને શુભ-અશુભ ફળ આપવા માટે તે સામર્થ્યવાન હોતાં નથી. પરંતુ જીવના રાગાદિ ભાવના નિમિત્તે તેનામાં તથા પ્રકારનું ફળ આપવાની શક્તિ સ્વયમેવ પ્રગટ થાય છે અને યોગ્ય કાળે જીવને ફળ આપવા માટે તે શક્તિમાન થાય છે. કાશ્મણ વર્ગણામાં સારું-ખરાબ ફળ આપવાની શક્તિ હોતી નથી, પરંતુ રાગ-દ્વેષના નિમિત્તે તે કર્મરૂપે પરિણત થતાં કર્મ એટલાં બળવાન બને છે કે કર્તાને પોતાના બંધનમાં બાંધી લે છે.
જીવને સારા કાર્યોનું શુભ ફળ મળે છે અને ખરાબ કાર્યોનું અશુભ ફળ મળે છે. પ્રશસ્ત ભાવથી કરેલાં દાન વગેરે સત્કર્મોનું ફળ શુભ હોય છે અને કુત્સિત ભાવથી કરેલાં હિંસા વગેરે કાર્યોનું ફળ અશુભ હોય છે. પુણ્યનું ફળ સારું અને પાપનું ફળ ખરાબ હોય છે. પુણ્યનું ફળ ભોગવવું સુખકારક હોય છે અને પાપનું ફળ ભોગવવું દુ:ખકારક હોય છે. શુભ આચરણથી પુણ્યનો બંધ થાય છે, તેનું ફળ સુખરૂપ હોય છે. અશુભ આચરણથી પાપનો બંધ થાય છે, તેનું ફળ દુ:ખરૂપ હોય છે.
જેવી રીતે સદાચારનું ફળ મળે છે, તેવી જ રીતે દુરાચારનું પણ ફળ મળે છે. જેવી રીતે પુણ્યનું ફળ ભોગવવું પડે છે, તેવી જ રીતે પાપનું પણ ફળ ભોગવવું પડે છે. જેમ કોઈ ખૂની પકડાઈ જાય તો પોતાના દુષ્કૃત્યના કારણે આજીવન જેલવાસનું અથવા ફાંસીનું દુઃખ પ્રાપ્ત કરે છે, તેમ પોતાનાં પાપકર્મોના કારણે જીવને ઈહલોકમાં અને પરલોકમાં દુ:ખ પ્રાપ્ત થાય છે. ફળ ભોગવ્યા સિવાય કરેલાં કર્મોથી મુક્તિ મળતી નથી. જેવાં દુષ્કૃત્યો હોય છે, તેવાં જ તેનાં પરિણામ હોય છે. જીવ જ્યારે દુષ્કૃત્ય કરે છે ત્યારે પાપકર્મોનો બંધ થાય છે અને તેના ફળરૂપે દુ:ખ ઉત્પન્ન થાય છે. તેમાં દોષ કર્મયુગલોનો નહીં પણ આત્માનો જ છે. જે જીવ દુઃખી છે તે પોતે જ કરેલાં દુષ્કૃત્યથી દુઃખી છે. બધાં પ્રાણીઓ પોતે કરેલાં કર્મોથી જ દુઃખી થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૪૫
'जध वेगसरीरम्मि वि सारासारपरिणामतामेति । अविसिट्टो आहारो तध कम्मसुभासुभविभागो ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org