Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૫
૭૩૭ જડ રેસાઓના બનેલા દોરડાઓ મોટા મોટા હાથીઓને બાંધી શકે છે. જડ વસ્તુઓથી બનેલી મદિરા માણસને મદહોશ કરે છે. જડ બોંબનો ધડાકો કેટલી બરબાદી કરે છે. જડ એવા યંત્રો પણ જડની અચિંત્ય શક્તિનો પરિચય આપે છે. જડની અચિંત્ય શક્તિનો પરિચય આપતાં ઉપર્યુક્ત દૃષ્ટાંતો સ્થૂળ છે, જ્યારે કાર્મણ વર્ગણા તો અત્યંત સૂક્ષ્મ છે. તેની ક્રિયા-પ્રક્રિયા દૃષ્ટિગોચર થઈ શકતી નથી, છતાં તેનાં ફળ સચોટપણે અનુભવમાં આવે છે. એના ઉપરથી કર્મના ફળની તથા જીવના કર્મફળભોસ્તૃત્વની સિદ્ધિ થાય છે. જડમાં અગાધ શક્તિ પ્રમાણસિદ્ધ હોવાથી, ‘કર્મપુદ્ગલ જડ છે તો તેનામાં શક્તિ ક્યાંથી હોય?', કર્મ જડ હોવાથી આત્માને કઈ રીતે ફળ આપી શકે?’, ‘કેવું ફળ આપવું એનું જ્ઞાન કર્મ જડ હોવાથી તેને હોતું નથી, તો તે તેની યથાયોગ્ય પ્રકૃતિ પ્રમાણે કેવી રીતે પરિણમી શકે?' - આવી શંકાઓ કરવી ઘટતી નથી.
જીવનાં રાગ-દ્વેષ આદિ પરિણામોનાં નિમિત્તથી કામણવર્ગણારૂપ જે પુગલસ્કંધ જીવની સાથે બંધાય છે, તેને કર્મ કહે છે અને તે જડ હોવા છતાં જીવ ઉપર અનેક પ્રકારે અસર કરે છે. જ્યારે આત્મા રાગાદિ ભાવરૂપે પરિણમે છે ત્યારે તેના ઉપર નવાં કર્મ ચોંટે છે, જે પૌગલિક કાર્પણ શરીરમાં ભળી જાય છે, જે દેહાંતર વખતે પણ તેની સાથે રહે છે. આ કાર્મણ શરીર જીવ સાથે બંધાયેલાં કર્મોથી બને છે. તેના કારણે જીવનું સહજ સ્વરૂપ ઢંકાયેલું રહે છે. તાત્પર્ય એ છે કે જડ કર્મમાં અનંત શક્તિ હોય છે અને તેથી તે આત્માની શક્તિને, આત્માના ગુણોને દબાવી શકવા માટે સમર્થ હોય છે.
અહીં શંકા થાય કે જો આત્મા અને કર્મ બન્નેની શક્તિ અનંત છે, બન્ને સમાન શક્તિવાળા છે, તો પછી કર્મ આત્માની શક્તિને, આત્માના ગુણોને કેવી રીતે દબાવી શકે? તેનું સમાધાન એ છે કે આત્માની શક્તિ જ્યારે પૂર્ણ વિકાસ પામે છે ત્યારે તે અનંત થાય છે. નિશ્ચયનયથી પ્રત્યેક આત્માની શક્તિ અનંત છે, પરંતુ જો વ્યવહારનયથી જોવામાં આવે તો તે શક્તિમાં ઘણી તરતમતા છે. જીવ અવ્યવહારરાશિમાં હોય છે ત્યારે તે અતિ અલ્પ શક્તિવાળો હોય છે. જેમ જેમ તેનો વિકાસ થાય છે, તેમ તેમ તેની શક્તિ પ્રગટતી જાય છે. જીવ જ્યારે સપુરુષાર્થ કરે છે ત્યારે તેની દરેક શક્તિ વિશેષ ને વિશેષ પ્રગટતી જાય છે અને જ્યારે તે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે તે શક્તિ અનંત સુધી પહોંચે છે. આત્મશક્તિની અલ્પ વ્યક્તતા હોય છે ત્યારે કર્મસત્તાની શક્તિ તેના કરતાં ઘણી વિશેષ હોય છે, તેથી અતિ બળવાન એવી કર્મસત્તા તેને દબાવી શકે છે; પરંતુ આત્માની પરિપૂર્ણ અનંત શક્તિ કર્મની અનંત શક્તિથી ઘણી અધિક હોય છે, તેથી જીવ કર્મને હરાવીને તેનો સંપૂર્ણ નાશ કરી શકવા માટે સમર્થ હોય છે. જેમ બે મનુષ્યની, બે ઘોડાની, બે હાથીની શક્તિમાં ફરક હોય છે, તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org