Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૯૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. આ પ્રમાણે બોધગ્રહણમાં જોવા મળતી તરતમતા જ્ઞાનાવરણીય કર્મના રસબંધને આભારી છે.
કર્મવિપાક બે પ્રકારના છે - શુભ વિપાક અને અશુભ વિપાક. ગોળ, ખાંડ, સાકર, અમૃતની મધુરતા તથા લીમડો, કાંજી, વિષ, હલાહલની કટુતા જે પ્રકારે ઉત્તરોત્તર અધિક છે, તે પ્રકારે શુભ વિપાક અને અશુભ વિપાકનો રસ પણ ઉત્તરોત્તર અધિક હોવાથી અનેક ભેદરૂપ હોય છે. શાસ્ત્રમાં શુભ કર્મના રસને શેરડીના રસ અને અશુભ કર્મના રસને લીમડાના રસનાં દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. જેમ શેરડીનો રસ સુખ આપે છે, તેમ શુભ કર્મનું ફળ સુખ આપે છે તથા જેમ લીમડાનો રસ દુઃખ આપે છે, તેમ અશુભ કર્મથી દુ:ખની પ્રાપ્તિ થાય છે. શેરડીનો રસ જેમ જેમ વધુ બળે છે, તેમ તેમ તે અધિક મધુર બને છે. લીમડાનો રસ જેમ જેમ વધુ બળે છે, તેમ તેમ તે અધિક કડવો બને છે. એ જ પ્રમાણે શુભ પ્રકૃતિમાં જેટલો વધારે તીવ્ર રસ, તેટલું તેનું શુભ ફળ અધિક મળે અને અશુભ પ્રકૃતિમાં જેટલો વધારે તીવ્ર રસ, તેટલું તેનું અશુભ ફળ અધિક મળે. દા.ત. બે વ્યક્તિઓને અશાતા વેદનીય કર્મનો ઉદય થાય છે ત્યારે એકને વેદનાનો અનુભવ અધિક થાય છે, જ્યારે બીજી વ્યક્તિને અલ્પ વેદના થાય છે. આનું કારણ રસની તરતમતા છે.
કર્મપરમાણુઓમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતા છે. છતાં સ્થૂળ દષ્ટિએ એના ચાર ભેદ છે. તે આ પ્રમાણે - એકસ્થાનિક રસ, દ્વિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, ચતુઃસ્થાનિક રસ. તેમાં સામાન્ય મંદ રસને એકસ્થાનિક રસ કહેવામાં આવે છે. આ રસથી આત્માના ગુણોનો અભિભવ અલ્પાંશે થાય છે. એકસ્થાનિક રસથી અધિક તીવ રસને દ્વિસ્થાનિક રસ કહેવામાં આવે છે. તેનાથી પણ અધિક તીવ્ર રસને ત્રિ
સ્થાનિક રસ કહેવામાં આવે છે. ત્રિસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા લીંબડાના અને શેરડીના રસની તરતમતાથી સમજી શકાય છે. આ (લીંબડાનો કે શેરડીનો) રસ સ્વાભાવિક હોય ત્યારે એકસ્થાનિક હોય છે. તેના બે ભાગ કલ્પી એક ભાગ જેટલો બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ક્રિસ્થાનિક બને છે. તેના ત્રણ ભાગ કલ્પી બે ભાગ જેટલો બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ત્રિસ્થાનિક બને છે. તેના ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ જેટલો બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિષે પણ જાણવું.
આમ, અનુભાગબંધ એટલે કર્મની ફળ આપવાની શક્તિ. જીવ જેવા રસથી કર્મ બાંધે છે, તે કર્મનો ઉદય તેવા રસ સહિત થાય છે. અનુભાગબંધના ચૌદ પ્રકાર છે. સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ ઇત્યાદિ ચૌદ પ્રકારોની અપેક્ષાએ અનુભાગબંધનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org