Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૩
૭૦૧
પરિણમવા યોગ્ય સૂક્ષ્મ પુદ્ગલમાં અનેક શક્તિ પ્રગટ થાય છે કે જેથી તે જીવને તેના શુભાશુભ ભાવોનું ફળ આપી શકે છે. જડ કર્મ જીવને ઝેર અને સુધાની જેમ ફળ આપે છે. માટે જીવ જેવાં કર્મો કરે છે તેવું ફળ તેણે ભોગવવું જ પડે છે.
આમ, કર્મનો અટલ સિદ્ધાંત છે કે જીવ જેવી કરણી કરે છે તેવું તેણે અવશ્ય ભોગવવું પડે છે. રાગાદિ ભાવથી જીવને કર્મ બંધાય છે અને કરેલાં કર્મનાં શુભાશુભ ફળ તેણે ભોગવવાં પડે છે. સારું કે ખરાબ કોઈ પણ જાતનું કર્મ નિષ્ફળ જતું નથી. સાર એ છે કે શુભાશુભ કર્મનું ફળ પોતાના સ્વભાવ પ્રમાણે નીપજે છે. જીવ રાગાદિ કરે તો કર્મ બંધાય છે અને તેનું ફળ તે ભોગવે છે, તેથી તે ભોક્તા છે. જીવના ભોક્તાપણા વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરતાં અને ફળના અનુભવનાં વિવિધ દૃષ્ટાંતો આપતાં શ્રીમદ્ છ પદના પત્રમાં ચોથું પદ સમજાવતાં કહે છે
‘જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
۱۹
શ્રીમદ્ અહીં સ્પષ્ટપણે નિવેદન કરે છે કે જે જે ક્રિયા છે, તે તે સર્વ સફળ છે. કોઈ પણ ક્રિયા નિરર્થક નથી. પ્રત્યક્ષપ્રમાણથી સમજાવતાં શ્રીમદ્ કહે છે કે જે જે ક્રિયા કરવામાં આવે છે, તે તે ક્રિયાનું ફળ અનુભવમાં આવે છે; કારણ કે તે ક્રિયા સાથે જ તે ક્રિયાના ભોક્તાપણાનો સંબંધ અભિવ્યક્ત થતો જોવા મળે છે. ઝેર ખાવાથી મૃત્યુ થાય છે, સાકર ખાવાથી ગળપણનો અનુભવ થાય છે, અગ્નિને સ્પર્શ કરવાથી દઝાય છે અને બરફને સ્પર્શ કરવાથી ઠંડકનો અનુભવ થાય છે. તેવી રીતે જીવ જેવા ભાવ કરે છે, તેનું તેવું ફળ તેણે ભોગવવું પડે છે. તે કષાય-અકષાયાદિ સર્વ પરિણામોનાં ફળનો ભોક્તા થાય છે. ક્રોધાદિ કષાયભાવ કરવાથી જીવને અશાંતિનો અનુભવ થાય છે. વળી, કષાયપરિણામ નવીન કર્મ ઉપજાવે છે, તેનું ફળ ભવિષ્યમાં ભોગવ્યા વગર છૂટકો થતો નથી. કષાયના કારણે તેનું સંસારપરિભ્રમણ ચાલુ રહે છે, પરંતુ જો તે અકષાયભાવ કરે તો તેને કર્મનો બંધ થતો નથી. જીવ કષાય તજી સ્વભાવને ભજે, શુદ્ધ અકષાય(વીતરાગ)ભાવે પ્રવર્તે તો તે સહજાનંદનો ભોક્તા થાય છે. તે ક્રિયાનો જીવ કર્તા છે, માટે તેના ફળનો પણ તે ભોક્તા છે.
સર્વ પદાર્થ અર્થક્રિયાસંપન્ન છે, તેથી તેનું ફળ પણ આવે છે; પરંતુ તે ફળથી ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૪ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org