Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિષમતા, વિવિધતા અને વિચિત્રતા શુભાશુભ કર્મનું ભોક્તાપણું સાબિત કરે છે. જે પ્રમાણે જીવે કર્મ બાંધ્યાં હોય, તે પ્રમાણે જીવને તેનું ફળ મળે છે. જીવે પૂર્વે કરેલા શુભાશુભ ભાવના ફળરૂપે તેને તે તે સંયોગોની પ્રાપ્તિ થાય જ છે. જીવ જે જે શુભાશુભ કર્મ કરે છે તેનાં ફળ તેણે અવશ્ય ભોગવવાં પડે છે.
= આ સંસારમાં કશે પણ સમાનતા દેખાતી નથી. સંસારમાં સર્વત્ર વિષમતા વિશેષાર્થ
R] જોવા મળે છે. વિષમ એટલે એક જેવું બીજું નહીં. સંસારમાં રહેલા જીવોમાં અનેક પ્રકારની વિષમતા દેખાય છે. બાહ્ય પરિસ્થિતિની દૃષ્ટિએ, શારીરિક દષ્ટિએ, માનસિક દૃષ્ટિએ - એમ અનેક પ્રકારે જીવોમાં વિષમતા, વિવિધતા અને વિચિત્રતા પ્રત્યક્ષ જોવા મળે છે. આખો સંસાર અનેક વિવિધતાઓથી ભરેલો છે. સંસારમાં વિચિત્રતાઓનો કોઈ પાર નથી.
આ સંસારમાં બધા જ સુખી કે શ્રીમંત નથી દેખાતા. એક સુખી છે તો બીજો દુઃખી છે. એક રાજા છે તો બીજો રંક છે. એક શ્રીમંત છે તો બીજો નિર્ધન છે. એક શેઠ છે તો બીજો નોકર છે. એક માલિક છે તો બીજો ગુલામ છે. એક ઉચ્ચ કુળમાં જન્મ્યો છે તો બીજો નીચ કુળમાં જન્મ્યો છે. એક રાજમહેલમાં સિંહાસન ઉપર બેસી રાજ કરે છે તો બીજો મળ-મૂત્રાદિ સાફ કરવાં જેવાં હલકાં કામો કરે છે. એકના ઘરે રોજ બત્રીસ ભોજન બને છે તો બીજાને ખાવા મળતું નથી. એકની પાસે ઢગલાબંધ કપડાં છે, જ્યારે બીજાની પાસે શરીરની લાજ ઢાંકવા ફાટેલું ચીથરું પણ નથી. એકને ઘણાં બંગલા, ઑફિસો અને ગાડીઓ છે, જ્યારે બીજાને ઘાસની ઝૂંપડીનું પણ ઠેકાણું નથી. એક ફૂલોથી પૂજાય છે તો બીજાનો કોઈ ભાવ પણ પૂછતું નથી. એકને મળવા હજારો લોકો દોડતા આવે છે તો બીજાની સામું જોવા પણ કોઈ રાજી હોતું નથી. એકની સેવા કરનારાઓ ખડે પગે ઊભા છે તો બીજાને વિનંતી કરવા છતાં પણ કોઈ મદદ કરતું નથી. એકને આંખના ઇશારે પાણીના બદલે દૂધ પીવા મળે છે તો બીજાને પાણી વિના તરસ્યા મરવું પડે છે. એક સુરૂપ છે તો બીજો કુરૂપ છે. એક બુદ્ધિમાન છે તો બીજો બુદ્ધિહીન છે.
ઘણી વાર માતા-પિતાના ગુણો અને તેમનાં સંતાનોના ગુણો સમાન હોતા નથી. માતાના જેવી પુત્રી હોતી નથી. પિતાના જેવો પુત્ર હોતો નથી. એક માતાના બે પુત્રો પણ સમાન વિચારધારા, સમાન ગુણધર્મો, સમાન પ્રકૃતિ ધરાવતા હોતા નથી. બે સગા ભાઈઓમાં પણ એક શ્રીમંત તો એક ગરીબ જોવા મળે છે. બન્ને સરખા સુખી હોતા નથી. બન્નેને સરખી સત્તા હોતી નથી. એક જ બાપની બે દીકરીઓ એકસરખા ઘરમાં જતી નથી, એકસરખું સુખ ભોગવતી નથી,
આવી અનેક પ્રકારની વિષમતા, વિવિધતા અને વિચિત્રતાઓથી આ સંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org