Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૩
૭૦૩
કર્મને અનુકૂળતા-પ્રતિકૂળતા આપવાનું જ્ઞાન નથી, પણ તે તેનો સ્વભાવ છે. અજ્ઞાની જીવ તે અનુકૂળતા-પ્રતિકૂળતાને ઇષ્ટ-અનિષ્ટરૂપ માની તેમાં રાગ-દ્વેષ કરે છે. શુભાશુભ કર્મના ઉદય વખતે જીવ તેમાં તન્મય થઈ રાગ-દ્વેષ કરે છે. નિશ્ચયથી તે આ રાગવેષાદિ ભાવોનો જ ભોક્તા છે. નિશ્ચયનયથી તો જીવ પોતાના ચેતનભાવનો જ ભોક્તા છે. જીવનું કર્મફળનું ભોક્તાપણું વ્યવહારનયથી છે.
આત્મા નિશ્ચયનયથી પોતાના જ્ઞાનાદિ ચૈતન્યભાવોનો ભોક્તા છે તથા હર્ષશોકાદિ વિભાવપરિણામોનો ભોક્તા છે, અનુપચરિત વ્યવહારનયથી કર્મનાં સારાં-નરસાં ફળરૂપ સુખ-દુઃખનો ભોક્તા છે તથા ઉપચરિત વ્યવહારનયથી ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનો ભોક્તા છે.
સ્યાદ્વાદસ્વરૂપ પવિત્ર જૈન દર્શનમાં આત્માનું ભોક્તાપણું નિશ્ચયનય તેમજ વ્યવહારનયથી આ રીતે બતાવવામાં આવ્યું છે. નિશ્ચયનયથી આત્મા કર્મનો ભોક્તા નથી. તે માત્ર નિજ ભાવોનો ભોક્તા છે. નિશ્ચયનયથી જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવોનો જ ભોક્તા હોવા છતાં, વ્યવહારદષ્ટિએ જીવ પુદ્ગલકર્મનો ભોક્તા છે. નિશ્ચયનય અનુસાર આત્મા કર્મ પુદ્ગલનો ભોક્તા નથી, છતાં વ્યવહારનયથી આત્મા કર્મફળનો ભોક્તા છે.
શિષ્યનો પ્રશ્ન વ્યવહારનયને અનુસરીને હોવાથી વ્યવહારનયની પ્રરૂપણા અનુસાર શ્રીગુરુએ જીવ કર્મના ફળનો ભોક્તા છે એમ સિદ્ધ કર્યું છે. જ્યાં સુધી જીવ સંસારી છે - કર્મયુક્ત છે, ત્યાં સુધી તે કર્મનો ભોક્તા છે. ભાવકર્મથી આત્મામાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે જેના કારણે આત્મામાં દ્રવ્યકર્મનો આસવ થાય છે અને તેથી જીવ કર્મ બાંધે છે. બંધના કારણે આત્મા પુદ્ગલકર્મના ફળસ્વરૂપ સુખ-દુઃખને ભોગવે છે. જીવ દ્રવ્યકર્મનો કર્તા થતો હોવાથી, તેને દ્રવ્યકર્મના ફળના ભોક્તા થવું પડે છે અને સુખ-દુઃખ વેદવાં પડે છે. ગાંધીજીએ ડરબન(આફ્રિકા)થી પૂછેલા ૨૭ પ્રશ્નોમાંથી એક પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્ લખે છે -
અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવાં પડે છે. જેમ અગ્નિના સ્પર્શ ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૫ (પત્રાંક-પ૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org