Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૦૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સુખ-દુઃખ અનુભવવાની શક્તિ એકમાત્ર આત્મામાં જ છે. વિષ, સાકર, અગ્નિ, હિમ વગેરેનો સંબંધ થતાં, તેમાં રહેલાં વિશિષ્ટ ગુણને અનુભવવારૂપ ફળ જીવ પામે છે. પરમાર્થદષ્ટિથી જીવ શીત, ઉષ્ણ આદિનું વેદન કરી શકતો નથી, કારણ કે શીતાદિ પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ ગુણની પર્યાય છે, ચેતન આત્મા અચેતન મુગલદ્રવ્યનાં ગુણપર્યાયને વેદી શકે નહીં. તે કામ, ક્રોધ આદિ વિભાવભાવોનું અથવા ક્ષમા, વિનય આદિ સ્વાભાવિક ભાવોનું વેદન કરે છે. જેમ વિકારોનો અનુભવ કરનાર આત્મા પોતે જ છે, તેમ નિર્વિકાર ચૈતન્યભાવનું વેદન કરનાર પણ આત્મા પોતે જ છે. શ્રી કાનજીસ્વામી કહે છે –
જીવ પોતે અરૂપી જ્ઞાનમાત્ર છે. જ્ઞાનનો જ તે કર્તા છે. પરને કરતો નથી કે ભોગવતો નથી... જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવતા નથી. અજ્ઞાની પરવસ્તુના રાગમાં અટકીને રાગ-દ્વેષરૂપ થઈને જાણે છે, અરાગી જ્ઞાતા દષ્ટિવંતા જ્ઞાની અન્ય સર્વ પદાર્થને પોતાથી જુદા જ જાણે છે. સાકરનો કટકો કે અફીણનો કટકો કાંઈ આત્મામાં પેસી જતા નથી; પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને જે પુણ્ય-પાપનાં રજકણો આઠ કર્મપણે રહ્યાં છે તેના ઉદય વખતે જીવ રાગ-દ્વેષરૂપ પોતાને માને છે, અને હર્ષ-શોક વેદે છે, તે તેનું ભોગવવું છે.'
અહીં જણાવ્યા પ્રમાણે વસ્તુતઃ ચેતનનું કાર્ય તો જાણવાનું જ છે, એ પરનું કાંઈ કરતો નથી કે ભોગવતો નથી. જીવ રાગાદિ ભાવકર્મને ભોગવે છે, પરંતુ તે પરદ્રવ્યને ભોગવી શકતો જ નથી. સાકર હોય કે અફીણ હોય, તેને અરીસા સામે ધરતાં જેમ માત્ર તેનું પ્રતિબિંબ જ અરીસામાં પડે છે; તેમ જ્ઞાનમાં પણ તે જણાય જ છે, પણ અજ્ઞાનદશામાં સાકર તે ઇષ્ટ અને અફીણ તે અનિષ્ટ એમ પરવસ્તુની અવસ્થા જોઈને તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું મનાય છે. અજ્ઞાની જીવ સાકર અથવા અફીણને ગ્રહણ કરે છે ત્યારે ભાંતિપણે એમ માને છે કે “મેં ઇષ્ટ પદાર્થનો ગળ્યો સ્વાદ ભોગવ્યો' અથવા ‘મેં અનિષ્ટ પદાર્થનો કડવો સ્વાદ ભોગવ્યો'; પણ સ્વાદ ચેતનનો ધર્મ નથી, જડનો ધર્મ છે. ગળ્યાપણું કે કડવાપણું જડની અવસ્થામાં છે, છતાં જીવ તેમાં તન્મય થઈ રાગીકેવી થાય છે.
સાકરના ગાંગડામાં કે અફીણના ગાંગડામાં ગળાપણું કે કડવાશપણું તેના પોતાના સ્વભાવના આધારે રહ્યું છે. તે ગાંગડો જડ હોવાથી પોતાની શક્તિને જાણતો નથી, પણ તેના સ્વભાવના કારણે તેનું એ પ્રકારે પરિણમન થાય છે. તેમ શુભાશુભ કર્મમાં સગવડ-અગવડરૂપ પરિણમવાનો સ્વભાવ છે. શુભ કર્મના કારણે જીવને અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને અશુભ કર્મના કારણે જીવને પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે. શુભાશુભ ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org