Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૩
૬૯૩ જેમ કોઈ મોદક ત્રિકટુ(સૂંઠ, પીપર અને મરી)નો બનાવેલો હોય તો તેનો સ્વભાવ વાયુનું હરણ કરવાનો છે, શીત દ્રવ્યોનો બનાવેલો હોય તો તેનો સ્વભાવ પિત્તહરણ કરવાનો છે તથા અરડૂસો અને ક્ષારાદિ વસ્તુનો કરેલો હોય તો તેનો સ્વભાવ કફહરણ કરવાનો છે; તેમ કર્મોનો પણ જુદો જુદો સ્વભાવ હોય છે. કોઈ કર્મનો જ્ઞાનને આવરિત કરવાનો, કોઈનો દર્શનને આવરિત કરવાનો વગેરે જુદા જુદા સ્વભાવ હોય છે. આ પ્રકૃતિબંધ છે. કોઈ મોદક એક દિવસ પછી બગડી જાય છે, કોઈ બે દિવસ પછી, કોઈ મહિના પછી બગડે છે; તેમ કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત, તો કોઈની પ્રહર, દિવસ, પક્ષ, માસ, યાવત્ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધીની હોય છે. આ સ્થિતિબંધ છે. કોઈ મોદકનો રસ વધારે મીઠો, કોઈનો ઓછો મીઠો; તેમ કોઈ કર્મનો રસ વધારે સુખરૂપ, તો કોઈનો ઓછો સુખરૂપ હોય છે. આ અનુભાગબંધ - રસબંધ છે. કોઈ મોદક વજનમાં ૧૦૦ ગ્રામનો, કોઈ ર૦૦ ગ્રામનો હોય છે; તેમ કોઈ કર્મનાં પરમાણુ સંખ્યામાં થોડાં, તો કોઈનાં ઘણાં હોય છે. આ પ્રદેશબંધ છે.
આમ, બંધના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ એ ચાર ભેદ છે. આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે, તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, તે જુદી જુદી માત્રાની તીવ્રતાવાળાં ફળ આપે છે અને તે અમુક જથ્થામાં આત્માને લાગે છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલો વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો કયાં કયાં છે? કર્મોને આત્મા તરફ લાવવામાં આત્માની જે પ્રવૃત્તિ કારણભૂત છે, તે પ્રવૃત્તિના આધાર ઉપર, તે વખતે બંધાયેલાં કર્મો આત્માની કઈ શક્તિને મુખ્યપણે ઢાંકશે તે નક્કી થાય છે. જો તેની પ્રવૃત્તિ જ્ઞાનનાં સાધનોનો નાશ કરનારી, જ્ઞાનીનો અનાદર કરનારી હશે તો એવી પ્રવૃત્તિથી આત્માને લાગનારાં કર્મો મુખ્યતાથી આત્માની જ્ઞાનશક્તિને ઢાંકશે. તે પ્રવૃત્તિનું પ્રમાણ તે કર્મોના જથ્થાનું પ્રમાણ નક્કી કરે છે. કર્મો કેટલા વખત સુધી આત્માની સાથે રહેશે તેનો આધાર અને કર્મના ફળની તીવ્રતા-મંદતાનો આધાર પ્રવૃત્તિ કરતી વખતની કષાયની તીવ્રતા-મંદતા ઉપર છે. જેમ વધારે તીવ્ર કષાયપૂર્વકની પ્રવૃત્તિ, તેમ તે પ્રવૃત્તિથી લાગતાં કર્મો વધારે લાંબા વખત સુધી આત્માની શક્તિને ઢાંકશે અને વધારે તીવ્ર ફળ આપશે
કર્મબંધના ચાર પ્રકારોમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના કારણે પડે છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના કારણે પડે છે. ચાર પ્રકારના બંધનું કારણ જીવનાં યોગ અને કષાયરૂપ પરિણામ છે. યોગ અને કષાયમાં તરતમભાવના કારણે ચાર પ્રકારના બંધમાં તરતમતા હોય છે.
જીવની મન, વચન, કાયાની ક્રિયાને યોગ કહે છે. મન, વચન અને કાયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org