Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૭૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થવામાં કર્મનો આત્મા ઉપર બળાત્કાર થાય છે એમ સમજવાનું નથી. કર્મ તો માત્ર વિભાવનું નિમિત્ત પૂરું પાડે છે અને આત્મા તે નિમિત્તની સત્તા વખતે પરાભવ પામી વિભાવમાં પરિણમે છે તે તેની પોતાની નિર્બળતા છે. જેવી રીતે સૂર્યના ઉદયકાળે ચક્રવાક અને ચક્રવાકી પક્ષીઓ મૈથુનભાવમાં યોજાય છે અને તેમ થવામાં સૂર્યનો ઉદય માત્ર નિમિત્ત જ છે, તેવી જ રીતે આત્માનું પરભાવમાં અનુરંજિત થવામાં ઉદયમાન કર્મ ફક્ત નિમિત્ત જ છે. કર્મના ઉદયકાળે તે કર્મ કષાયનું નિમિત્ત રજૂ કરે છે, પરંતુ તે કર્મમાં આત્માને બળાત્કારે પણ કષાયમાં યોજવાની સત્તા નથી.
જેમ સાક્ષાત્ સંબંધે કર્મ જીવવિકારના કારણરૂપ નથી, તેમ જીવ પણ દ્રવ્યકર્મના કર્તારૂપ નથી, માત્ર નિમિત્તરૂપ છે. વસ્તુતઃ દ્રવ્યકર્મનો કર્તા પુદ્ગલ પોતે જ છે, કારણ કે કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં કોઈ બીજું દ્રવ્ય હસ્તક્ષેપ કરી શકતું નથી. માત્ર નિમિત્ત બને છે. અલબત્ત આત્માનાં જ પરિણામવિશેષનું નિમિત્ત મેળવી જડ કાર્પણ વર્ગણા જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકૃતિરૂપે રૂપાંતર પામે છે, પરંતુ તેમ થવામાં આત્મા તો માત્ર નિમિત્ત જ છે.
જીવ જ્યારે રાગ-દ્વેષરૂપે પરિણમે છે ત્યારે કામણ વર્ગણા સ્વયં આવીને બંધાય છે. જેમ સૂર્ય ઊગે છે ત્યારે સૂરજમુખી સ્વયં સૂર્યના નિમિત્તે ખીલે છે, પણ સૂર્ય અને ખીલવતો નથી; તેમ જીવના વીર્યની ફુરણાના નિમિત્તે કર્મ થવાની યોગ્યતાવાળાં રજકણ સ્વયં આવીને બંધાય છે, તેથી નિશ્ચયનયથી આત્મા અને દ્રવ્યકર્મ વચ્ચે માત્ર નિમિત્ત-નૈમિત્તિક ભાવ ઘટે છે. આત્મા ભાવકર્મોનો પરિણામ-પરિણામી ભાવે કર્તા છે અને દ્રવ્ય કર્મનો નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે.'
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, એટલે એ દ્રવ્યકર્મનું ઉપાદાનકારણ હોઈ શકે નહીં અને છે પણ નહીં. આત્મા સાક્ષાત્ સંબંધે ઉપાદાનકારણ નહીં હોવા છતાં પરોક્ષ ભાવે કર્તા છે અને એટલા માટે વ્યવહારદષ્ટિએ તે પુદ્ગલકર્મનો કર્તા હોવાનું મનાય છે. જીવ કર્મપુદ્ગલનું ઉપાદાનકારણ નથી, છતાં રાગ-દ્વેષાદિ ભાવોના આવિર્ભાવથી આત્મામાં કર્મનો આસવ સંભવે છે, તેથી વ્યવહારદષ્ટિએ આત્માને કર્મનો કર્તા કહેવામાં આવે છે.
જળવૃષ્ટિ એ ઘાસની કર્તા નથી, તે તો પોતાના પતનરૂપ કર્મને જ કરે છે, પણ ઘાસ વગેરે વનસ્પતિ તે જળનું નિમિત્ત મેળવી ઊગી નીકળે છે, ત્યાં ઉપચારથી - વ્યવહારથી તે વૃષ્ટિ ઘાસ આદિની કર્તા કહેવાય છે; તેમ આત્મા માત્ર પોતાના ભાવોનો કર્યા છે, પણ તે રાગ-દ્વેષાદિ ભાવોનું નિમિત્ત પામી કર્મબંધ થાય છે, તેથી ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૧૩
'परिणममानस्य चितश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः । भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org