Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૮૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઝેર અને સુધા બને જડ પદાર્થ હોવાથી તે જાણતા નથી કે જીવને શું ફળ આપવું, છતાં જીવ જો ઝેર ખાય તો મરણફળ પામે છે અને જો સુધા ખાય તો અમરફળ પામે છે; અર્થાત્ જીવ ઝેર ગ્રહણ કરે છે તો મૃત્યુ પામે છે અને સુધા ગ્રહણ કરે છે તો દીર્ધાયુ પામે છે. આમ, ગ્રહણ કરનાર પ્રત્યે જેમ ઝેર કે સુધાનું સ્વાભાવિક પરિણમવું થાય છે, તેમ કર્મમાં પણ જીવના શુભાશુભ ભાવના નિમિત્તે પુણ્ય-પાપરૂપ જે ચમત્કારિક બળ ઉત્પન્ન થયેલું હોય છે, તે બળ યોગ્યકાળે સ્વયમેવ શુભ કે અશુભ ફળરૂપે પરિણમે છે. પુદ્ગલમય જડ શુભાશુભ કર્મ પોતે કાંઈ જાણતાં નથી છતાં શુભ કર્મ જીવને શુભ ફળ આપે છે અને અશુભ કર્મ જીવને અશુભ ફળ આપે છે. જે જીવ શુભ કર્મ કરે છે, તે જીવ દેવાદિ ગતિમાં પુણ્યફળ ભોગવે છે અને જે જીવ અશુભ કર્મ કરે છે, તે જીવ નરકાદિ ગતિમાં પાપફળ ભોગવે છે. આમ, જીવે પોતે કરેલાં શુભાશુભ કર્મનાં ફળનું તેને ભોક્તાપણું છે.
- કર્મ સત્તામાત્રથી ફળ આપતું નથી, પણ પ્રતિનિયત - વીર્યવિશેષથી ફળ [વશગાથ આપે છે. કર્મ સત્તામાત્રથી ફળ આપે તો કોઈ પણ કર્મ સર્વ ફળને આપે અથવા શાતા-અશાતા ઉભયનો એકીસાથે અનુભવ થાય; માટે કર્મ સત્તામાત્રથી ફળ આપતું નથી, પણ પ્રતિનિયત સ્વભાવને આધીન થઈને જ અમુક પ્રકારના ફળને આપે છે. કર્મનો આ પ્રતિનિયત સ્વભાવ, જીવના તર્ગત શુભાશુભ પરિણામની અપેક્ષા રાખે છે. કર્મનો પ્રતિનિયત સ્વભાવ ઘડાવવામાં જીવનો અધ્યવસાય નિમિત્તકારણ થાય છે. જીવના રાગાદિ વિભાવભાવનું નિમિત્ત પામીને પ્રતિસમય સાત અથવા આઠ પ્રકારનાં કર્મ જીવ સાથે બંધાય છે. બંધાયેલાં તે કર્મપુદ્ગલો પોતામાં નિર્માણ થયેલા સ્વભાવ અનુસાર જીવને યોગ્ય કાળે શુભાશુભ વિપાક આપે છે. કર્મની શુભાશુભ ફળ આપવાની આ કર્મવ્યવસ્થા સમજવા માટે કર્મબંધની પ્રક્રિયાને થોડી સૂક્ષ્મતાથી વિચારીએ.
આ વિશ્વમાં આંખથી ન દેખી શકાય તેવાં અનેક પ્રકારનાં સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધો સર્વત્ર વ્યાપેલાં છે, પણ તે દરેક પુદ્ગલ કર્મરૂપ બની શકતાં નથી. આ પુદ્ગલોમાંથી જે પુગલો અત્યંત સૂક્ષ્મ છે, અર્થાત્ કર્મરૂપ બની શકે તેટલાં સૂક્ષ્મ છે, તે જ પુગલો કર્મરૂપ બની શકે છે. કર્મરૂપ બની શકે તેવાં પુદ્ગલપરમાણુઓના સમૂહને કાર્મણ વર્ગણા કહેવામાં આવે છે. જીવ કામણ વર્ગણાનાં સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓને ગ્રહણ કરીને તેને કર્મરૂપ બનાવે છે. અન્ય પુદ્ગલપરમાણુઓની જેમ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ પણ લોકાકાશમાં સર્વત્ર રહેલાં છે. જીવ લોકાકાશમાં સર્વત્ર રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓનું ગ્રહણ કરતો નથી, કિંતુ જેટલા આકાશપ્રદેશમાં જીવના પોતાના આત્મપ્રદેશો રહેલા છે, તેટલા જ આકાશપ્રદેશમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓનું જીવ ગ્રહણ કરે છે. કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓના પ્રહણનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org