Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૧
૬૪૯
એમ તે માને છે, છતાં ઈશ્વર વિના આ વિશ્વનું તંત્ર ચાલી શકે નહીં એવી શંકા તેને જાગે છે. જગતકર્તા, જગતનિયંતા તરીકે કોઈ વિશિષ્ટ સત્તા હોવી જોઈએ એવી માન્યતા શિષ્યના અંતરમાં રમ્યા કરે છે.
શિષ્ય ઉ૫૨ ઈશ્વરકર્તૃત્વવાદી દર્શનોની માન્યતાનો પ્રભાવ છે. વિશ્વનાં રહસ્યોને સમજાવવા માટે દાર્શનિકોએ જુદી જુદી અનેક વિચારણા પ્રયુક્ત કરી છે. કેટલાક દાર્શનિક કર્મવાદી છે તો કેટલાક કેવળ કર્મવાદને નથી માનતા, કર્મવાદની સાથે સાથે તેઓ ઈશ્વરકતૃત્વવાદને પણ માન્ય કરે છે. તેઓ ઈશ્વરના જગતકર્તૃત્વ આદિનો સિદ્ધાંત પ્રસ્તુત કરે છે.
ઈશ્વર વિષે ન્યાય દર્શનની માન્યતા આ પ્રમાણે છે ઈશ્વ૨ ૧) જગતનો કર્તા છે, ૨) એક છે, ૩) સર્વવ્યાપી છે, ૪) સ્વતંત્ર છે અને ૫) નિત્ય છે.૧ આ પાંચ મુદ્દા હવે ક્રમથી જોઈએ
(૧) ઈશ્વર જગતકર્તા છે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતા એવા સ્થાવર અને જંગમરૂપ ત્રણે જગતનો, અનિર્વચનીય અગમ્યસ્વરૂપવાળો કોઈ પુરુષવશેષ કર્તા છે. પૃથ્વી, પર્વત, વૃક્ષ આદિ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કેમ કે તે સર્વ કાર્યરૂપ છે. જે જે કાર્ય હોય છે, તે હંમેશાં કર્તાથી જન્ય હોય છે. ઘટ કાર્યરૂપ હોવાથી જેમ તે કુંભારાદિથી જન્ય છે, તેમ પૃથ્વી આદિ પણ કાર્યરૂપ હોવાથી તે કોઈ બુદ્ધિમાન કર્તાથી જન્મ છે. જે કાર્ય નથી તે બુદ્ધિમાન કર્તાથી જન્ય પણ નથી. જેમ કે આકાશાદિ નિત્ય પદાર્થ કાર્ય નથી, તો તેનો કોઈ કર્તા પણ નથી. આમ, પૃથ્વી આદિ કાર્યોનો અવશ્ય કોઈ કર્તા છે. તે કર્તા ઈશ્વર જ છે.૨
-
સંસારમાં જોવા મળે છે કે ઘડાને બનાવનાર કોઈ કુંભાર તો હોય જ છે. એ અનુભવથી એમ ધારી શકાય છે કે વિશ્વ જેવા મોટા ઘડાને બનાવનાર પણ કોઈ મોટો કુંભાર હોવો જ જોઈએ. ઘડાનો સર્જક જેમ કુંભાર છે, તેમ જગતનો પણ સર્જક હોવો જોઈએ અને તે ઈશ્વર છે. ઈશ્વરરૂપી મહાકુંભાર વિશ્વરૂપ ઘડાને ઘડે છે.
ન્યાય દર્શનની માન્યતા પ્રમાણે પૃથ્વી, પર્વત વગેરે કાર્યપદાર્થ છે, કારણ કે તે સાવયવ છે, એટલે કે નાનાં નાનાં પરમાણુઓના સંયોગથી થયેલ રચના છે. પરમાણુ ૧- જુઓઃ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ‘અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિંશિકા', શ્લોક ૬ ' कर्तास्ति कश्चिद् जगतः स चैकः स सर्वगः स स्ववशः स नित्यः 1 इमाःकुहेवाकविडम्बनाः स्युस्तेषां न યેષામનુશાસત્વમ્ ।।'
૨- જુઓ : આચાર્યશ્રી મલ્લિષણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી’, શ્લોક ૬ની ટીકા
‘उर्वीपर्बततर्वादिकं सर्वं बुद्धिमत्कर्तृकं कार्यत्वात्' यद् यत् कार्यं तत् तत् सर्वं बुद्धिमत्कर्तृकं यथा घटः, तथा चेदं तस्मात् तथा । व्यतिरेके व्योमादि । यश्च बुद्धिमांस्तत्कर्ता स भगवानीश्वर एवेति ।। '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org