Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રકારનો કોઈ દોષ સંભવતો નથી, કારણ કે પદાર્થનો વિનાશ નિરન્વય નથી થતો, પણ સાન્વય થાય છે અને પૂર્વપર્યાયનું ઉત્તરપર્યાયરૂપે પરિણમન થાય છે. એટલે જે કર્તા છે તે જ તેના ફળને પામે છે. ૩) સંસારનો નાશ
સંસાર એટલે ભવની પરંપરા. આત્માને ક્ષણિક માનતાં ભવપરંપરા ઘટી શકતી નથી. પ્રથમ તો ક્ષણિકાત્મવાદમાં પરલોક જ સંભવતો નથી. કૃતકર્માનુસાર પરલોકની પ્રાપ્તિ થાય છે. કર્મ અને આત્મા અને સર્વથા નાશ પામ્યાં પછી કોણ કોને આધારે અન્ય ભવમાં જાય?
કદાચ પરલોક અને ભવપરંપરા માટે એવી કલ્પના કરવામાં આવે કે એક ચિત્ત બીજા ચિત્તનું અનુસંધાન કરે છે અને તે ત્રીજા ચિત્તનું અનુસંધાન કરે છે; એમ ઉત્તરોત્તર ચિત્તનું અનુસંધાન ચાલે છે અને એક ચિત્તે ગ્રહણ કરેલ સંસ્કાર તથા કર્મ તે અન્ય ચિત્તને સોંપે છે. આ રીતે પરલોક અને ભવપરંપરા સંભવે છે. પરંતુ આમ બનવું શક્ય નથી. ચિત્તોનાં અનુસંધાન થવાં તથા સંસ્કાર અને કર્મોની આપ-લે કરવી તે એકબીજાને સંબંધિત માનીએ તો જ સંભવે. ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામતાં ચિત્ત એકબીજા સાથે સંબંધ જ પામતાં નથી તો લેવડ-દેવડ કરવાની તો વાત જ ક્યાં રહી? આ રીતે સંસારની ભવપરંપરાની અસંભાવનારૂપ ત્રીજો દોષ સંભવે છે. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી ‘સ્યાવાદ મંજરી'માં લખે છે કે ક્ષણિકવાદમાં સંસારનો પણ નાશ થશે. ક્ષણિકવાદમાં પરલોકનો અભાવ થશે, કેમ કે પૂર્વજન્મમાં કરેલાં કર્મો અનુસાર જીવોનો પરલોક થાય છે; પરંતુ ક્ષણિકવાદમાં તો પૂર્વજ્ઞાનક્ષણોનો સર્વથા નાશ થઈ જવાથી અને ઉત્તરજ્ઞાનક્ષણોની સાથે તેનો કોઈ પણ સંબંધ નહીં હોવાથી પૂર્વજન્મમાં કરેલાં કર્મોનું ફળ, જન્માંતરમાં કોણ ભોગવે એવો પ્રશ્ન ઉપસ્થિત થશે. પ્રત્યેક જ્ઞાનક્ષણ ક્ષણિક હોવાથી પરલોકે જનાર કોઈ આત્મા જ નહીં રહે અને એ રીતે આત્માના અભાવમાં પરલોકનો અભાવ અને તેથી અનુપાય સંસારની સમાપ્તિ થશે.
બૌદ્ધમતમાં બધી ચિત્તલક્ષણોનો સર્વથા નાશ માનવામાં આવ્યો છે, તેથી એક ચિત્ત અન્ય ચિત્તની સાથે સંબદ્ધ થઈ શકતું નથી. આમ માનવામાં આવે તો પૂર્વ અને અપર ચિત્તક્ષણોનો સંબંધ કરાવનાર કોઈ સ્થિર દ્રવ્ય હોવું જોઈએ, અન્યથા પૂર્વ અને અપર ચિત્તક્ષણોનો સંબંધ થઈ શકે નહીં અને તેથી ઉભય ચિત્તક્ષણોનો સંબંધ કરાવનાર જે ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી કૃત, ‘સ્યાદ્વાદ મંજરી', શ્લોક ૧૮ની ટીકા
_ 'तथा भवभङ्गदोषः । भव आर्जवीभावलक्षणः संसारः तस्य भङ्गो विलोपः स एव दोषः क्षणिकवादे प्रसज्यते । परलोकाभावप्रसङ्ग इत्यर्थः । परलोकिनः कस्यचिदभावात् । परलोको हि पूर्वजन्मकृतकर्मानुसारेण भवति । तच्च प्राचीनज्ञानक्षणानां निरन्वयं नाशात् केन नामोपभुज्यतां जन्मान्तरे ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org