Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અને કાં તે હોય તો તે જતું નથી. અનેક પ્રકારે વિચારતાં કર્મનું કર્તાપણું આત્માને ઘટી શકતું નથી અને જો કર્મ કરવાનો આત્માનો સ્વભાવ માનવામાં આવે તો તે કદી આત્માથી અલગ થઈ શકે નહીં. એ બન્ને પ્રકારે વિચારતાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવાની જરૂર જણાતી નથી. મોક્ષના ઉપાયનું કોઈ પ્રયોજન જણાતું નથી. તેથી આત્માને કર્મનો કર્તા કે અકર્તા, કેવા પ્રકારે માનવો તે કૃપા કરી સમજાવો કે જેથી આત્માના સ્વરૂપ વિષે સમ્યક્ નિર્ણય થઈ શકે.
અહીં જોઈ શકાય છે કે શિષ્યના પ્રશ્નની રજૂઆત એકદમ સંક્ષેપમાં છતાં સ્પષ્ટ અને સચોટ છે. ઘણા લોકોના પ્રશ્ન એટલા લાંબા અને ગૂંચવાડાભર્યા હોય કે જેનાથી એમ લાગે કે પ્રશ્નકાર પોતે પણ પ્રશ્ન બાબત સ્પષ્ટ નથી! શિષ્યના પ્રશ્ર સ્પષ્ટ અને સંક્ષિપ્ત છે. પોતાની મૂંઝવણ સામેવાળાને સ્પષ્ટપણે સમજાય તો જ તે એનો સચોટ અને સમગ્ર ઉકેલ આપી શકે - આ વાત સુશિષ્ય સારી રીતે સમજે છે અને તે એ પ્રમાણે પ્રવર્તે છે.
વળી, જોઈ શકાય છે કે શિષ્ય મૂંઝાયેલો છે પણ હતાશ નથી. તે જિજ્ઞાસુ છે. તેને સાચું સમજવાનો ઉત્સાહ છે. તે જાણે છે કે પોતાનામાં વિવેકની ખામી છે, માટે પોતે પોતાની શંકાઓનું સમાધાન કરવા સમર્થ નથી; અને તેથી જ તે યથાર્થ સમજણ મેળવવા શ્રીગુરુનો આશ્રય ગ્રહણ કરે છે. પોતાની વિક્ષિપ્ત ચિત્તદશાની સ્થિરતા અર્થે તે શ્રીગુરુની સહાય લે છે. તે શ્રીગુરુને અત્યંત વિનયપૂર્વક સમાધાનની યાચના કરે છે કે જેથી પોતાની શંકાઓનું નિરાકરણ થાય.
શિષ્ય શ્રીગુરુનું સમાધાન અંગીકાર કરવા આતુર છે. તેનામાં શીખવાની તૈયારી છે. જો શીખવાની તૈયારી હોય અને ચિત્ત ખુલ્લું હોય તો સદ્ગુરુનો ઉત્તર યથાર્થપણે સમજાય, પણ જો ચિત્ત અહંકાર તથા આગ્રહથી ગ્રસ્ત હોય તો ગુરુનો ઉત્તર સમજી શકાતો નથી. શ્રીગુરુ તેને ઉત્તર તો આપે છે, પણ એ ઉત્તર સમજવા માટે તે અસમર્થ હોય છે. તે તર્કો અને દલીલોથી એટલો બધો ભરાઈ ગયો હોય છે કે સગુરુના ઉત્તર માટે કોઈ અવકાશ જ રહેતો નથી અને તેથી તે સદ્દગુરુના ઉત્તરનો લાભ લઈ શકતો નથી.
શિષ્યના પ્રશ્નો ઉપરથી તેની આત્માર્થિતા જણાઈ આવે છે. શિષ્યને સ્વભાવમાં રહેવું છે અને વિભાવથી ખસવું છે. તેને પરનું કે પરમાંથી કંઈ જોઈતું નથી, તેથી તેને બાહ્ય સંબંધી કોઈ પ્રશ્ન રહ્યા નથી. તેના પ્રશ્નો આત્માર્થને લક્ષમાં રાખીને પુછાયેલા છે. તે તર્ક-વિતર્ક, સંદેહ આદિ કરે છે, પણ તેની પાછળ તેના લક્ષમાં તો મોક્ષનો ઉપાય જ છે. તેનું વલણ તો મુક્તિની દિશા તરફ જ છે. તેની આત્માર્થિતા એવી છે કે શંકાઓ રજૂ કરતી વખતે પણ તેને પોતાના લક્ષ્યની જાગૃતિ સતત રહે છે. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org