Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કે બુદ્ધિની ઉત્પત્તિ પહેલાં ધર્માદિ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવિરક્તિ અને અનૈશ્વર્યનો અયોગ-વિયોગ છે. સાંખ્યમતમાં બુદ્ધિની ઉત્પત્તિ સહિત ધર્માદિની ઉત્પત્તિ છે.'
આ દલીલની સામે સાંખ્યો એમ કહે છે કે પ્રકૃતિ પરિણામી નિત્ય છે અને તેમાં જ અમે ધર્મ-અધર્મ આદિ સ્વીકારી લઈશું. એ બધાનો સમાવેશ પ્રકૃતિતત્ત્વમાં થઈ જશે. હવે નિત્ય પ્રકૃતિમાં રહેનારા ધર્માદિ પણ પ્રવાહથી નિત્ય થઈ ગયા, એટલે હવે પૂર્વોક્ત આપત્તિ નહીં રહે. આની સામે એમ પ્રશ્ન કરી શકાય કે જો નિત્ય પ્રકૃતિમાં જ આ ધર્માદિ સ્વીકારવામાં આવે તો બુદ્ધિ વગેરે બીજાં તત્ત્વોનાં જે કાર્યો છે, તે સર્વ કાર્યો પ્રકૃતિ જ કરી લે, તો પછી ધર્માદિ ગુણો વિનાની એવી બુદ્ધિને માનવી જ શા માટે જોઈએ? એ બુદ્ધિતત્ત્વ ખરેખર શી વસ્તુ છે? વળી, જો આ રીતે જડ(પ્રકૃતિ)માં પણ ધર્માદિ રહી શકતા હોય તો તો ઘટાદિ જડ પદાર્થોમાં પણ ધર્માદિનો અન્વય (સંબંધ) થઈ શકે છે એમ કહી શકાશે. જો આ વાત કબૂલ ન હોય તો બુદ્ધિને અનિત્ય પણ માની શકાય તેમ નથી, તો પછી બુદ્ધિ નામના તત્ત્વનું સાંખ્યો નિરૂપણ શી રીતે કરશે? અને “કૃત્યાદિ ગુણો તે બુદ્ધિના છે, પુરુષના નથી' એમ પણ શી રીતે કહી શકશે? સાંખ્ય દર્શને માનેલ બુદ્ધિતત્ત્વને, તે નિત્ય છે કે અનિયં? એવા વિકલ્પો કરી, તે દૂષિત છે એમ ઠેરવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ'માં કહે છે કે -
બુદ્ધિ નિત્ય તો પુરુષ જ તેહ જ્ઞાન પ્રવૃત્તિ ઇચ્છા સમગેહ |
જો અનિત્ય તો કિહાં વાસના? પ્રકૃતિ તો સી બુદ્ધિ સાધના IT'
જ્ઞાનાદિના આશ્રયભૂત એવી સાંખ્યોએ માનેલી બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય કહેવામાં આવે તો એ સ્વયં જ પુરુષ હોવી સિદ્ધ થઈ જશે. તે એટલા માટે કે જ્ઞાન-ઇચ્છા-પ્રવૃત્તિ સમગેહ છે, અર્થાત્ સમાન આશ્રયમાં રહેલાં છે. જ્ઞાન-ઇચ્છા-પ્રવૃત્તિ જુદાં જુદાં અધિકરણમાં હોય એમ કલ્પવું અયોગ્ય છે, કારણ કે તે સર્વ કારણ-કાર્યભાવ સંબંધ ધરાવે છે. જેને જેનું જ્ઞાન થયું હોય, તેને જ તેની ઇચ્છા સંભવે છે, અન્યને નહીં. જે વસ્તુની જાણકારી ન હોય તેની ઇચ્છા પણ થતી નથી એ વાત દરેકને સ્વાનુભવસિદ્ધ છે. આ જ રીતે ઇચ્છા તથા પ્રવૃત્તિ અંગે પણ જાણવું. જો બુદ્ધિ જ્ઞાનના આશ્રયભૂત હોય તો ઇચ્છા-પ્રવૃત્તિનો આશ્રય પણ તે જ સિદ્ધ થશે. વળી, તેને નિત્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૧૫
'बुद्धिः कर्वी च भोक्त्री च नित्या चेन्नास्ति
अनित्या चेन्न संसारः प्राग्धमदिरयोगतः ।।' ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ ષસ્થાન ચીપઇ”, ગાથા ૭૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org