Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સર્વ પદાર્થો પરસ્પર સહકારી થઈને પ્રાપ્ત સામગ્રી અનુસાર પોતાનું પરિણમન કરતા રહે છે, તો પછી એક સર્વાધિષ્ઠાતા ઈશ્વર માનવાની આવશ્યકતા જ ક્યાં રહે છે? જગતની તમામ ઘટમાળ ઈશ્વરની કલ્પના વિના પણ ઘટી શકતી હોવાથી જગતકર્તા ઈશ્વરને માનવાની જરૂર જ ક્યાં રહે છે?
વળી, દલીલ ખાતર એમ સ્વીકારી લઈએ કે ઈશ્વરે જગતની રચના કરી, તો સર્વસમર્થ એવા ઈશ્વરે તો બહુ બુદ્ધિથી આ જગતની યોજના કરી હોવી જોઈએ. ઈશ્વર તો દયાળુ છે, માયાળુ છે, સંપૂર્ણ તત્ત્વ છે, મહાજ્ઞાની છે. તે જો સૃષ્ટિની રચના કરવા બેસે તો શું તેની રચનામાં અંશમાત્ર પણ ખામી હોઈ શકે ખરી? અનંત શક્તિવાળા ઈશ્વરની રચનામાં અલ્પ બુદ્ધિવાળો મનુષ્ય ભૂલ કાઢી શકે ખરો? માનવી ઈશ્વરની રચનામાં ભૂલ શોધવા બેસે તો નીકળે ખરી? અનંત શક્તિવંત ઈશ્વરની ભૂલની સંભાવના જ ક્યાંથી હોય! અને જો ઈશ્વરની ભૂલ નથી તો પછી જગતમાં ઘણા જીવોને ખોડખાંપણ હોય છે તે શા કારણે છે? કેટલાકનાં શરીરમાં જન્મજાત ખામીઓ હોય છે. કોઈ જન્મથી આંધળા, પાંગળા, મૂંગા, બહેરા, હીનાંગ, અધિકાંગ, વિકલાંગ હોય છે. કોઈને જન્મથી આંગળાઓ, હોઠ કે તાળવું ઇત્યાદિ અંગોપાંગોની ખામીઓ હોય છે. જો આ ઈશ્વરની ભૂલ ન હોય તો આનું કારણ શું? અને જો આ ઈશ્વરની ભૂલ હોય તો શું ઈશ્વર પરિપૂર્ણ અને અનંત શક્તિશાળી ઠરશે ખરો? તો તો ઈશ્વરમાં પણ સેંકડો દોષો દેખાશે.
વળી, જો ઈશ્વરે જગત રચ્યું તો ઈશ્વરે, પોતે એક હોવા છતાં આટલા બધા ધર્મ શા માટે ઉત્પન્ન કર્યા? એકબીજાથી વિરુદ્ધ ધર્મ પ્રવર્તન કરાવવાની શું જરૂર હતી? એમ કરીને બધાને ભ્રમણામાં શા માટે નાખ્યા? પોતાને મૂળથી ઉખેડનાર, એટલે કે જગતકર્તા ઈશ્વર નથી' એમ કહેનાર ભગવાન મહાવીર જેવા પુરુષોને શા માટે ઉત્પન્ન કર્યા? ભગવાન મહાવીર એકલા જ નહીં પણ અનંત ચોવીસીમાં અનંત તીર્થંકરો થયા છે, તેમને પોતાનું જ અસ્તિત્વ ન સ્વીકારતો ધર્મ કેમ સ્થાપવા દીધો? તેમનો આવો ધર્મ શા માટે પ્રવર્તવા દીધો? એમ હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો મારવાની - પોતાનો વિરોધ થાય એવું કરવાની મૂર્ખાઈ શા માટે કરી?
વળી, આ દુનિયામાં કોઈ જીવ પશુરૂપે, કોઈ પંખીરૂપે, કોઈ મનુષ્યરૂપે એમ જુદા જુદા આકારવાળા દેખાય છે; એકસરખા દેખાતા નથી તેનું શું કારણ? આ દુનિયામાં કોઈ જીવ સ્ત્રીરૂપે, કોઈ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે તેનું શું કારણ? ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે જીવોને બનાવે છે, તો આમ કરવામાં કોઈ જાય તો રહ્યો જ નહીં. એકને ઠીક અને એકને અઠીક ગતિ બક્ષીને ઈશ્વરે અન્યાય કર્યો એમ જ ગણાય.
વળી, આ જગતમાં એક મહાસુખી છે તો બીજો મહાદુઃખી છે. એકને નખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org