Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દશાવાન હોવાથી તે કર્તા ઠરી શકતા નથી. જો તેમને કર્તા ઠરાવવામાં આવે તો તેમનામાં ઘણા દોષો આવી જાય છે. ઈશ્વરને કર્મના પ્રેરકકર્તા ગણવામાં આવે તો તેઓ રાગાદિ દોષોના પ્રભાવવાળા થઈ જાય છે. તેમને કર્મના પ્રેરનાર ગણતાં તેમનું સ્વરૂપ દોષિત થાય છે, માટે ઈશ્વરની પ્રેરણાથી જીવના કર્મ થાય છે એમ માનવું યોગ્ય નથી. ઈશ્વર કર્મ વળગાડી દે છે, તેથી જીવ અબંધ છે એમ કહેવું ઘટતું નથી. આત્મા જ કર્મનો કર્તા છે એ સત્ય વાત સમજવી ઘટે છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
“શુદ્ધ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે. શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત - શુદ્ધ સ્વભાવમાં સુસ્થિત જે છે, શુદ્ધ આત્મસ્વભાવનું ઐશ્વર્ય – ઈશ્વરપણું જેને પ્રગટ થયું છે - સિદ્ધ થયું છે, એવો શુદ્ધ સ્વભાવનો સ્વામી - સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ આત્મા તે જ ઈશ્વર છે, શુદ્ધ આત્મસ્વભાવ સામ્રાજ્યમાં જેનું ઈશ્વરપણું ચાલે છે તે જ વાસ્તવિક ઈશ્વર છે. અથવા તો ઈશ્વરને કર્મનો પ્રેરક - પ્રેરનારો ગણ્ય, ઈશ્વરના દોષનો જ પ્રભાવ થાય - પ્રકૃષ્ટ ભાવ થાય, “અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ.' ઈશ્વરને કર્મનો કર્તા કહેવા જતાં ઊલટો ઈશ્વર ઈશ્વરપણું જ ગુમાવી બેસે, ઈશ્વરના ઈશ્વરપણાનો જ નાશ થાય! આમ છતાં દલીલની ખાતર કોઈ અપેક્ષાએ અભ્યપગમ કરી ઈશ્વરનું કર્તાપણું સ્વીકારી લઈ વિશેષ વિચાર કરીએ તો કોઈ પણ પ્રકારે ઈશ્વરનું કર્તાપણું સિદ્ધ થઈ શકતું નથી.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘કર્તા ઈશ્વર કોઈ નહિ, જેમાં બહુ જંજાળ; વિષમી વિશ્વ વિચિત્રતા, કરે નહીં કોઈ કાળ. ઈશ્વર રચના વિષમ આ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; તે અમૃત તજી કેમ રહે? ઝેર રૂપ પર ભાવ. નિરૂપમ દ્રવ્ય સિદ્ધ સ્વરૂપ છે, ઈશ્વર સુખ ભંડાર; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષ અપાર. સૌનો હિસાબ રાખીને, ફળ દે કરી બનાવ; ઇત્યાદિ નહિ છાજતો, ઈશ્વર દોષપ્રભાવ.” ૨
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૮૭ ૨- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૩ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૦૫-૩૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org