Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રકારની ક્રિયાઓ, તે તે શક્તિઓ પરિણમનશીલ હોવાથી થાય છે.'
આત્માની બધી શક્તિઓ પરિણમનશીલ છે. તે સમયે સમયે પરિણમનરૂપ ક્રિયા કરે છે. તે પૂર્વની અવસ્થા છોડીને નવી નવી અવસ્થા ધારણ કર્યા કરે છે. તેના કારણે જ આત્મામાં સ્વભાવપરિણમન અને વિભાવપરિણમન - બન્ને પ્રકારનું પરિણમન થાય છે. આત્મા પરિણમનશીલ હોવાથી તેનું સ્વાભાવિક અને વૈભાવિક પરિણમન થાય છે. તે જ્ઞાતારૂપે પણ પરિણમી શકે છે અને રાગાદિરૂપે પણ પરિણમી શકે છે.
જીવ જો પોતાને શરીરરૂપ માને તો તે વિભાવરૂપે પરિણમે છે. સ્વભાવના ભાન વિના તે ક્રોધાદિ કષાયોરૂપે પરિણમે છે, પરંતુ ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનું લક્ષ થતાં તે આનંદપણે, શાંતિપણે પરિણમે છે. આમ, આત્મા જ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં વર્તે તો તે પોતાના સ્વભાવનો કર્તા છે, પરંતુ તે પોતાના સ્વભાવમાં ન વર્તતાં જો રાગાદિ વિભાવમાં વર્તે તો તે કર્મભાવનો કર્તા છે. શુદ્ધ ભાવે પરિણમેલો આત્મા સ્વભાવનો કર્તા છે અને અશુદ્ધ ભાવે પરિણમેલો આત્મા કર્મભાવનો કર્તા છે. આમ, આત્માનું કર્તૃત્વ સ્વાભાવિક અવસ્થામાં પણ હોય છે અને વૈભાવિક અવસ્થામાં પણ હોય છે.
આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે. જો જીવ પોતાના ગુણોમાં જ રમણતા કરે તો પોતાના સ્વભાવનો કર્તા થાય છે. જો તે શુદ્ધ દ્રવ્યને લક્ષમાં લે તો સ્વભાવપરિણમનથી પોતાના ગુણપણે પરિણમે છે અને ચેતનસ્વભાવનો કર્તા થાય છે. આત્મા સ્વભાવપરિણતિએ વર્તે તો આત્મા નિજસ્વરૂપનો કર્યા છે, રાગાદિ ભાવનો કર્તા નથી. ‘આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે' એવી દષ્ટિ થતાં આત્મા વિકારી પરિણામનો કર્તા થતો નથી. પુદ્ગલથી ભિન્ન એવા આત્મસ્વરૂપનું ભાન થતાં જીવ જગતનો સાક્ષી થાય છે અને વિકારી ભાવોના કર્તાપણાથી રહિત થાય છે. સ્વભાવની દૃષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામિત્વ છૂટી જાય છે.
જો આત્મા પોતામાં સ્થિર હોય તો લોકાકાશમાં ગમે તેટલાં કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ હોય, તોપણ તે આત્મા સાથે બંધાઈ શકતાં નથી. જો આત્મા પાધિક ભાવનો આદર ટાળીને પોતાના શુદ્ધજ્ઞાનરૂપે પરિણમે તો તેને કર્મબંધ થતો નથી. આત્મા પોતે સ્વરૂપમાં સ્થિર ન રહેતાં, કર્મના ઉદયમાં જોડાઈ જાય છે ત્યારે તેને રાગાદિ ભાવો થાય છે અને તે અશુદ્ધ ભાવોનો કર્તા બને છે. આત્મા પોતાના સ્વરૂપથી ચુત થાય છે ત્યારે તે રાગાદિનો કર્તા થાય છે. જ્યાં રાગાદિ ભાવોનું ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી'ઉત્તરાર્ધ, શ્લોક ૬૧
'अप्यस्त्यनादिसिद्धस्य सतः स्वाभाविकी क्रिया । वैभाविकी क्रिया चास्ति पारिणामिकशक्तितः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org