Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
६०८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જ્ઞાતાભાવે જીવતા હોવાથી તેઓ નિજભાવના કર્તા છે. જ્ઞાની અસાર સંસાર પ્રત્યે સાક્ષી થઈ આત્મસ્વરૂપના કર્તા થાય છે. જ્યારે જીવ આત્મજ્ઞાન પામે છે ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા બને છે, એટલે કે તે જ્ઞાન-દર્શન આદિ પોતાના ચૈતન્યસ્વભાવનો કર્તા બને છે. આમ, જીવને જ્યારે જ્ઞાનદશા વર્તે છે ત્યારે તે સ્વભાવનો કર્તા છે.
નિજ ચૈતન્યસ્વભાવના લશે જેને અજ્ઞાન ટળી જાય છે તેને રાગાદિનું કર્તાપણું મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે; પરંતુ જે સ્વભાવના લક્ષે પરિણમતો નથી તેને રાગાદિનું કર્તાપણું છે અને તેથી તેને નવો નવો કર્મબંધ પણ થયા કરે છે. અજ્ઞાની જીવો આત્મતત્ત્વના જ્ઞાનાદિ ગુણપરિણમનને અવગણીને પુદ્ગલદ્રવ્યોના સંયોગવિયોગમાં સુખ-દુઃખની કલ્પનાઓ કરતા રહે છે. તેઓ પુદ્ગલદ્રવ્યોના સંયોગમાં સુખ પામવાની કલ્પનાઓ કરી, તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં રચ્યાપચ્યા રહે છે અને સંસારપરિભ્રમણ કરાવનારાં કર્મોનાં બંધનને પામે છે; જ્યારે આત્મજ્ઞાની પુદ્ગલને પરસ્વરૂપે જાણી ઉદાસીન રહે છે. જ્ઞાની પોતાના અનંત જ્ઞાનાદિ ગુણવાળા આત્મદ્રવ્ય પ્રત્યે સજાગ હોવાથી કર્મોદયથી પ્રાપ્ત થયેલા સકળ ઇષ્ટ-અનિષ્ટ સંયોગો પ્રતિ ઉદાસીન વૃત્તિવાળા હોય છે. તેઓ નવીન કર્મબંધને પામતા નથી અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરતા હોય છે. ૧
સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય વડે જણાતાં જડ પુદ્ગલદ્રવ્યોનાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ તથા શબ્દમાં અજ્ઞાની ઇષ્ટ-અનિષ્ટપણું વિચારી, તે પ્રતિ રાગ-દ્વેષરૂપ પરિણામ કરી, પોતાના આત્માને વિકારી બનાવે છે અને તે દ્વારા નવાં નવાં કર્મનાં બંધનો પ્રાપ્ત કરે છે. તે જોવા જેવા શુભાશુભ સંકલ્પ-વિકલ્પો કરે છે, તેવાં તેવાં શુભાશુભ કર્મોનો બંધ કરે છે અને તેના કારણે સંસારપરિભ્રમણ કરતો રહે છે. પરંતુ જ્ઞાનીને પુદ્ગલનો સંબંધ થવા છતાં પણ તેઓ વિકારી બનતા નથી. તેઓ તો વૈરાગ્યભાવે પોતાની આત્મનિર્મળતા સાધે છે. તેઓ જ્ઞાયકભાવે રહી કર્મની નિર્જરા કરે છે.
શુભાશુભ યોગ પ્રવૃત્તિમાં અજ્ઞાની પોતાનું કર્તૃત્વ સ્થાપીને રાગ-દ્વેષરૂપ પરિણામ કરતો રહે છે, પોતાનાં અજ્ઞાનના કારણે વધુ ને વધુ કર્મનું ઉપાર્જન કરતો રહે છે;
જ્યારે જ્ઞાની યોગપ્રવૃત્તિ કરે તો પણ તેનાથી અળગા રહે છે. તેઓ યોગપ્રવૃત્તિ કરતી વખતે આત્મભાન રાખી પોતાના આત્માને વિશેષ શુદ્ધ કરે છે. તેઓ જે પણ યોગપ્રવૃત્તિ કરે છે, તે માટે કોઈ બાહ્ય આકાંક્ષા નહીં રાખતાં પોતાના જ્ઞાનાદિ ગુણોની ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇબ્દોપદેશ', શ્લોક ૪૪
'अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु, बध्यते न विमुच्यते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org