Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જ્ઞાન, ચિકીષ (ઇચ્છા), પ્રયત્નનો જે સમવાય છે તે કર્તુત્વ છે. આત્મામાં જ્ઞાનાદિનો સમવાય સંબંધ થવો તે કર્તુત્વ છે. એ જ પ્રકારે ભોıત્વની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે કે સુખ અને દુઃખનાં સંવેદનનો સમવાય થવો તે ભોફ્તત્વ છે. આત્મામાં સુખનો અને દુ:ખનો જે અનુભવ છે તે ભોસ્તૃત્વ છે. એ અનુભવ આત્મામાં ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, છતાં આત્મા વિકૃત થતો નથી. ઉત્પત્તિ-વિનાશ અનુભવનાં થાય છે, આત્માનાં નહીં. માત્ર એ અનુભવનો સમવાય સંબંધ હોવાથી આત્માને ભોક્તા કહેવાય છે. તે સંબંધ છૂટી જાય છે ત્યારે આત્મા ભોક્તા નથી કહેવાતો, શરીર હોય છે ત્યાં સુધી જ્ઞાન, ઇચ્છા આદિ ગુણોનો ઉત્પાદ-વિનાશ થતો રહે છે અને ત્યાં સુધી તો એમાં કર્તુત્વ અને ભોıત્વ છે, પણ મુક્ત દશામાં એવું કોઈ કર્તુત્વ-ભોસ્તૃત્વ રહેતું નથી. ન્યાય-વૈશેષિક દર્શન અનુસાર કર્મ એટલે પુરુષકૃત પ્રયત્નમાત્ર છે. તેમણે કર્મફળનિયંતા એવા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. કર્મની સાથે ફળનો સંયોગ ઈશ્વરાધીન છે એ સિદ્ધાંત તેમણે સ્થાપ્યો છે. તેમના મત પ્રમાણે ઈશ્વર જીવને પોતપોતાનાં કર્મ અનુસાર ફળ આપે છે. ઈશ્વરની અધ્યક્ષતામાં અદૃષ્ટ (પોતપોતાનાં કર્મ અનુસાર ફળ મળવું એ પ્રક્રિયાને અદષ્ટ કહેવાય છે) ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતો, માત્ર એનું સંચાલન કરે છે. (૫) સાંખ્યયોગ દર્શન
સાંખ્યયોગ દર્શને પુરુષને અકર્તા અને અભોક્તા માન્યો છે. તેમના મત અનુસાર પુરુષ સ્વભાવતઃ ભોક્તા નથી, પણ તેના ઉપર ભોક્નત્વનું આરોપણ કરવામાં આવે છે, કારણ કે જે સુખ-દુ:ખ છે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાય છે. વળી, બુદ્ધિ પ્રકૃતિની છે, માટે પુરુષ સુખ-દુઃખનો ભોક્તા છે એ કલ્પનામાત્ર છે. પુરુષ કર્તાભોક્તા નથી, સાક્ષી છે. કર્મ પોતે જ ફળ આપે છે, એટલે કર્મફળના નિયામક ઈશ્વરની તેને જરૂર નથી લાગતી. (૬) પૂર્વ મીમાંસા દર્શન
મીમાંસકોના મત પ્રમાણે આત્મા વિભુ, નિત્ય, સતુ, કર્મફળભોક્તા, દેહને રચનારો અને મન વડે જ્ઞાત-અજ્ઞાતદશાવાળો છે. મૃત્યુ પછી આત્મા કર્મફળના ભોગ માટે પરલોકમાં વિચરે છે. સૃષ્ટિના સર્જક તથા કર્મફળદાતા એવા કોઈ ઈશ્વરને આ દર્શનમાં સ્થાન નથી. મીમાંસકો માને છે કે કર્મ પોતાની મેળે જ ફળે છે, તેથી કર્મનું ફળ આપનાર ઈશ્વર જેવું કોઈ તત્ત્વ છે એમ માનવાની જરૂર નથી. આ બાબતના વિશેષ સ્પષ્ટીકરણ માટે મીમાંસકોને માન્ય એવો ‘અપૂર્વ' (Unseen Potency)નો સિદ્ધાંત સમજવો જરૂરી છે. કર્મ આજે કરવામાં આવે અને તેનું ફળ ભવિષ્યમાં સ્વર્ગપ્રાપ્તિ આદિરૂપે મળે તે શક્ય કઈ રીતે બને? તે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org