Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
કરે. આ વિષે શ્રી દયાનંદ સરસ્વતી ‘સત્યાર્થ પ્રકાશ'માં સ્પષ્ટતાથી લખે છે કે –
જો ઈશ્વર પાપની ક્ષમા કરે તો ન્યાય નષ્ટ થઈ જાય અને પરિણામે બધા માણસો પાપી બની જાય. ઈશ્વર પાપની ક્ષમા કરે છે એવું જાણતાં જ લોકો પાપ કરવામાં જરા પણ ડરશે નહિ અને દુષ્ટ કર્મ કરવામાં તેઓનો ઉત્સાહ વધશે. જે રાજાના રાજ્યમાં અપરાધોની માફી આપવામાં આવે છે તે રાજ્યમાં અપરાધીઓ મોટા મોટા ગુનાઓ નિર્ભય રીતે કરવા માંડે છે. કારણ કે એને ખાતરી છે કે રાજા ક્ષમાશીલ છે. માટે હાથ જોડી જેમ તેમ કરી ગુનાની માફી કરાવી લઈશું. આ કારણથી જેઓ અપરાધ નહિ કરતા હોય તેઓ પણ અપરાધ કરવા મંડી જાય; માટે કર્મનું યોગ્ય ફળ આપવું એ જ ઈશ્વરનું કર્તવ્ય છે.'
વળી, ઈશ્વર જીવના કર્મને આધીન ફળ આપતો ન હોય, પણ પોતાની ઇચ્છા અનુસાર ફળ આપતો હોય તો ઈશ્વર પોતાની ઇચ્છાને આધીન થયો ગણાય. ઈશ્વર જો ઇચ્છાને આધીન હોય તો તો ઈશ્વર કરતાં પણ તેની ઇચ્છા એ મોટી - મહાન - પ્રબળ શક્તિ થઈ તથા ઈશ્વર પોતાની ઇચ્છાનો ગુલામ થયો એમ માનવું પડે અને તેથી તેનું ઈશ્વરપણું જ રહે નહીં. આ રીતે ઈશ્વરને પોતાની ઇચ્છા અનુસાર કર્મફળ આપનાર માનવાથી ઈશ્વરનું ઈશ્વરપણું જ નાશ પામે છે. માટે ઈશ્વર પોતાની ઇચ્છા અનુસાર ફળ આપે છે એ વાત માન્ય થઈ શકે નહીં.
બીજા વિકલ્પ પ્રમાણે કર્મફળ આપવું એ ઈશ્વરની ઇચ્છાને આધીન નથી, પણ ઈશ્વર જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે. જે જેવું કર્મ કરે, તે પ્રમાણે ઈશ્વર તેને તેવું ફળ આપે છે. જીવે કરેલાં સુકૃત અથવા દુષ્કત અનુસાર ઈશ્વર તેને ફળ પ્રદાન કરે છે. જીવને જે સુખ-દુ:ખ મળે છે તે તેનાં પુય-પાપ અનુસાર ઈશ્વર તેને આપે છે.
આ બીજા વિકલ્પ અનુસાર જો એમ માનવામાં આવે કે ઈશ્વર જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે, તો પછી ઈશ્વરની સ્વતંત્રતા ક્યાં રહી? જીવના કર્મ પ્રમાણે ઈશ્વર તેને ફળ આપતો હોય તો ઈશ્વરની સ્વતંત્રતા જ નહીં રહે. જેવું જીવનું કર્મ હોય એ પ્રમાણે જ ઈશ્વર તેને સુખી કે દુ:ખી બનાવતો હોય તો ઈશ્વર સ્વતંત્ર રહેતો નથી. ઈશ્વરને ફળ આપવા માટે જો કર્મ ઉપર આધાર રાખવો પડતો હોય તો તેની સર્વશક્તિમત્તા હણાય છે, તેની કોઈ સ્વતંત્ર સત્તા રહેતી નથી. ઈશ્વર પરતંત્ર ઠરે છે.
કાયદાને આધીન ન્યાયાધીશ કે ન્યાયાધીશને આધીન કાયદો? જેમ ન્યાયાધીશ કરતાં કાયદો વધે, તેમ કર્મને આધીન ઈશ્વર હોય તો ઈશ્વર પરાધીન ઠરે. ઈશ્વર જીવોનાં કર્મને આધીન થાય છે, કારણ કે કર્મ અનુસાર જ તે જીવોને સુખ-દુ:ખની ૧- શ્રી દયાનંદ સરસ્વતીકુત, ‘સત્યાર્થ પ્રકાશ', અગિયારમી આવૃત્તિ, સમુલ્લાસ ૭, પૃ. ૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org