Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૮૦
ગાથા
- ગાથા ૭૯માં શિષ્ય કહ્યું કે જીવને કર્મનો કર્તા ભલે કહો, પરંતુ તે કર્મનો ભૂમિકા
2] ભોક્તા હોઈ શકે નહીં, કારણ કે જડ કર્મને કઈ રીતે ખબર પડે કે તેણે કેવું ફળ આપવાનું છે? અચેતન એવાં કર્મ ફળ આપવા કેવી રીતે પરિણામી થાય? જડ કર્મ કઈ રીતે જાણે કે “મારે આને આવું ફળ આપવાનું છે?' આમ, કર્મ જીવને ફળ આપી શકવા માટે સમર્થ નથી, તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થતો નથી.
જિજ્ઞાસુ શિષ્યની વિચારણા આગળ વધે છે. તે વિચારે છે કે કર્મ તો જ્ઞાનશક્તિથી રહિત છે, એટલે એ કર્મોથી જે સુખાદિ ફળ મળવાં જોઈએ તે એમ ને એમ મળી શકે નહીં. તે માટે કોઈ ચેતનતત્ત્વની પ્રેરણા માનવી જ જોઈએ અને તે ચેતનતત્ત્વ એ ઈશ્વર સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. આમ, ઈશ્વર જેવી કોઈ ફળદાતા સત્તા માનવામાં આવે તો જીવનું કર્મફળભોસ્તૃત્વ સહેલાઈથી સિદ્ધ થઈ શકે એમ છે, પરંતુ એમ માનવાથી જે અન્ય મુશ્કેલી ઊભી થાય છે તે જણાવતાં શિષ્ય કહે છે –
ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય;
એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય.' (૮૦) A ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર અર્થ
* કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. (૮૦)
ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી', એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે :
જે કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org