Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૭
૫૭૯ અને જીવ આદિ મૂળ દ્રવ્યો અનાદિ-અનંત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, વિકલેન્દ્રિય, પશુ, પક્ષી, જળચર, મનુષ્ય, નરક, સ્વર્ગ આદિ સર્વ પદાર્થો અનાદિ છે. એને કોઈ પેદા કરતું નથી. આ જગત ક્યારે પણ નવું ઉત્પન્ન નથી થયું, એનું અસ્તિત્વ તો સદાકાળથી જ છે. હા, એમાં પરિવર્તન થતાં રહે છે. જડ-ચેતન દ્રવ્યોની પર્યાયો પલટાયાં કરે છે, પરંતુ તે દ્રવ્યોને કોઈ ઉત્પન્ન કરતું નથી કે તેનો પ્રલય કરનાર પણ કોઈ નથી.
જૈન દર્શનના મત પ્રમાણે જગતના ઉત્પાદન કે પ્રલયની વાતો મિથ્યા છે. આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન આ જગત અનંતકાલીન પણ છે. આ જગત ક્યારે પણ અસ્તિત્વમાં ન હતું એવું બન્યું જ નથી અને તેનું અસ્તિત્વ મટી શકે છે એવી વાત ક્યારે પણ શક્ય જ નથી. અનાદિ-અનંત એવા આ જગતમાં ચેતન અને જડ એમ બે પ્રકારના પદાર્થ છે. જગતના પ્રત્યેક પદાર્થનો કાં તો ચેતનમાં, કાં તો જડમાં સમાવેશ થઈ જાય છે. સંસારમાં કોઈ પણ જીવ ન હોય અને માત્ર એકલા જડ પદાર્થોનું જ અસ્તિત્વ હોય એવું ક્યારે પણ બન્યું જ નથી અને એવું બની પણ નહીં શકે. જીવની સાથે જડના થયેલા સંયોગથી જ સંસાર છે. સંસારમાં રહેલા જીવ શરીરધારી થઈને જ રહે છે. સંસારી જીવને શરીર ધારણ કરવું જ પડે છે. જડ કર્મપુદ્ગલોનો સંયોગ જ જીવને શરીર ધારણ કરાવી સંસારી રૂપમાં રાખે છે. જડના આ સંયોગથી મુક્ત થઈને ઘણા જીવ નિરંજન નિરાકારરૂપ દશાને પ્રાપ્ત કરે છે. એવું થવા છતાં પણ જગતમાંથી સર્વ જીવ આ દશાને પ્રાપ્ત કરી લે અને જગત સંપૂર્ણતયા જીવવિહીન થઈ જાય એવું તો કદી થયું નથી અને થશે પણ નહીં. સંસારરૂપી આ કારખાનામાં શરીરનિર્માણનો કાર્યપ્રવાહ તો સદા વહેતો જ રહે છે, તેથી સમગ્ર સંસારી જીવોની અપેક્ષાએ સંપૂર્ણ જગતનો ક્યારે પણ પ્રલય થઈ શકે એવું જૈન દર્શનકારો માન્ય કરતા નથી. આની સાથે જ એ પણ સ્પષ્ટ છે કે કર્મરહિત જીવ ક્યારે પણ શરીર ધારણ કરતો નથી. જડના સંયોગથી સર્વથા રહિત એવા આત્માનો સંયોગ જડની સાથે કરાવવાનું કોઈનામાં સામર્થ્ય નથી, તેથી સમગ્ર જગતના પુનરોત્પાદનની વાત પણ સર્વથા મિથ્યા કરે છે. આ પ્રકારે જગતના ઉત્પાદન અથવા પ્રલયની વાતો અસંભવ જ છે.
જૈન માન્યતા પ્રમાણે જગતની વસ્તુઓનું નિર્માણ કરવામાં ઈશ્વરને હેતુ માનવો ઉચિત નથી. ઈશ્વરકતૃત્વવાદમાં ઈશ્વરને દરેક કાર્યનું કારણ માનવામાં આવે છે, તેની ઇચ્છા વિના જગતનું કોઈ પણ કાર્ય નથી થઈ શકતું એમ માનવામાં આવે છે; પરંતુ વિચારણીય વાત એ છે કે જ્યારે સંસારમાં અનંત જડ અને ચેતન પદાર્થો અનાદિ કાળથી સ્વતંત્ર સિદ્ધ છે, ઈશ્વરે પણ અસતુમાંથી એક પણ સત્ને ઉત્પન્ન નથી કર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org