Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૯૧
જ દેવાધિદેવ અથવા પરમાત્માનું સ્થાન લે છે અને તે પણ સૃષ્ટિકર્તા કે કર્મફળદાતા તરીકેનું નહીં, પણ આદર્શ ઉપાસ્ય તરીકેનું.
66-alle
જૈન દર્શનના મત પ્રમાણે ઈશ્વર એટલે સર્વ પ્રકારના રાગ-દ્વેષના સંપૂર્ણ અભાવવાળો આત્મા. તેમનામાં સ્ત્રી આદિ પ્રત્યે રાગયુક્ત ચેષ્ટા પણ ન હોય અને અસુર વગેરેના સંહારનું તાંડવ પણ ન હોય. એવાં કારણોસર તેમણે અવતારો પણ લેવાના ન હોય. જૈન પરંપરા અનુસાર જે કોઈ પણ જીવ રાગ-દ્વેષ-અજ્ઞાનથી સર્વથા મુક્ત થવાની સાધના કરે છે, તે આત્મા અંતે વીતરાગ સર્વજ્ઞ બને છે અને તે જ ઈશ્વર છે.
જૈન પરંપરા સાંખ્યની જેમ ફૂટસ્થનિત્યચેતનવાદી નથી. તે જીવતત્ત્વમાં સદ્ગુણનો વિકાસ માને છે. તેના મત પ્રમાણે વિકાસનું મૂળગત બીજ તો જીવમાં જ રહેલું છે. જે સાધકો આ બીજને પૂર્ણપણે વિકસાવી સિદ્ધિ મેળવે છે, તે સર્વ પોતે પૂર્ણદશાવાન હોવાથી ઈશ્વર છે. આનાથી ભિન્ન એવો કોઈ ઈશ્વર નથી કે જે સૃષ્ટિસર્જન કરતો હોય કે કર્મપ્રેરક હોય. જૈન પરંપરા પ્રમાણે મુક્ત, સિદ્ધ, પૂર્ણ અવસ્થાવાળા આત્માઓ એ જ ઈશ્વર છે.
નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રત્યેક આત્મા સ્વભાવથી કેવળજ્ઞાનાદિરૂપ પરમ ઐશ્વર્ય વડે યુક્ત હોવાથી દરેક આત્મા ઈશ્વર જ છે. દરેક સંસારી આત્મા પરમ ઐશ્વર્યથી યુક્ત જ છે, માટે આત્મા સ્વરૂપથી તો ઈશ્વર જ છે, પણ વર્તમાન અવસ્થામાં તે સ્વરૂપ કર્મથી આચ્છાદિત છે. જીવનો પરમાત્મભાવ આવૃત છે અને તે આવરણ દૂર થતાં જીવની પરમાત્મદશા પ્રગટે છે. શ્રીમદ્ ગાંધીજીને લખે છે
‘અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્માભણી દૃષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે.'
જૈન દર્શન પ્રમાણે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ અનંતચતુષ્ટય ગુણ સર્વ આત્માઓમાં હોય છે; તેથી જ ઈશ્વર એ કોઈ વિશિષ્ટ જાતિનો આત્મા નથી, પણ જે જે આત્માઓએ પોતાના આ ગુણોનો આવિર્ભાવ કર્યો છે, તે સર્વ આત્માઓ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૬ (પત્રાંક-૫૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org