Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૬૮
થઈ ગયું હોય છે.
આ પ્રમાણે અસંગ દશાની પ્રાપ્તિ માટે અસંગ સ્વભાવનો નિર્ણય અને વારંવાર સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ આવશ્યક છે. અસંગ દશાની પ્રાપ્તિ તો ત્યારે જ થાય છે કે જ્યારે સઘળી દોડાદોડથી નિવર્તી જીવ એકમાત્ર આત્માના ભાનમાં રહે, સર્વ પદ્રવ્યો અને પરભાવોથી વિરામ પામી એક નિજસ્વરૂપમાં દૃષ્ટિ આપે. નિજનું ભાન, સ્વરૂપની સ્મૃતિ, જ્ઞાયકનો અભ્યાસ, તેનું જ અનુસંધાન કરતા રહેવાથી અસંગ દશાની પ્રાપ્તિ થાય છે; તેથી જીવ માટે એક જ કર્તવ્ય છે નિજમાં ઠરી જવું.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
આમ, પ્રસ્તુત ગાથામાં શિષ્યની મૂંઝવણનું સરળ તથા સચોટ રીતે સમાધાન કરતાં શ્રીગુરુએ સમજાવ્યું કે ‘જો આત્મા કેવળ અસંગ સ્વરૂપે હોય તો તને તે સ્વરૂપે આત્મા ભાસવો જોઈએ. જો સર્વથા ૫૨ તરફનું લક્ષ કર્યા વગર આત્મા રહેતો હોત તો તને તેવો જણાત કેમ નહીં? પરંતુ અત્યારે તેમ જણાતો નથી, તેથી આત્મા સર્વથા અસંગ નથી.' આત્મા અસંગ છે પણ તે માત્ર પરમાર્થદૃષ્ટિથી. અત્યારે વ્યવહારથી આત્મા સસંગ છે. પરમાર્થથી સ્વભાવદૃષ્ટિથી આત્મા શુદ્ધ હોવા છતાં પર્યાયદૃષ્ટિએ આત્મા અત્યારે વિકારી, અશુદ્ધ, સમલ અને સંગી છે અને તેથી કર્મનો કર્તા પણ છે. પરમાર્થથી એટલે શુદ્ધ સ્વરૂપે આત્મા અસંગ છે, પણ તેનું ભાન થયા વિના તેવી દશા પ્રાપ્ત થતી નથી. પરમાર્થથી તે અસંગ છે, પણ નિજભાને આત્માને પોતાનું ભાન પ્રગટે તો તે વ્યવહારથી પણ તેવો અસંગ થાય છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
-
‘કેવળ હોત અસંગ જો, આ શાનો સંસાર; શા માટે દુ:ખ થાય છે, એનો કરો વિચાર. અને વળી જો એમ તો, ભાસત તને કોને શા માટે કહે, અસંગ
ન કેમ?
છું હું એમ.
એ તો સાચા પુરુષ જે, છે પરમાર્થથી,
અસંગ
અનુભવી હોય;
પાકો કહે સત્ય તે જોય.
ભાવ
શ્રી એ સદ્ગુરુ સેવના, ફળ અસંગ નિશ્ચે લહે, પણ
અવંચક જેમ; નિજભાને તેમ.’૧
* * *
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૨-૨૩૩ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૩૦૧-૩૦૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org