Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
વ્યાકુળતા છે ત્યાં સુખ નથી અને સુખ નથી ત્યાં ઈશ્વરપણું નથી, માટે એમ સિદ્ધ થાય છે કે સંપૂર્ણ સુખી એવો ઈશ્વર કૌતુક કરે નહીં.
અહીં કોઈ એમ કહે છે કે કાર્ય બનાવતાં ઈશ્વરને વાર લાગતી જ નથી. તેને ઇચ્છા થઈ કે તરત કાર્ય બની જાય છે. ઈશ્વરને જે કાળમાં ઇચ્છા થાય છે તે જ કાળમાં કાર્ય બની જાય છે, તેથી તે દુ:ખી થતો નથી. આમ માનવું પણ અયુક્ત છે, કારણ કે સ્થૂળ કાળની અપેક્ષાએ તો કદાચ એમ માની પણ શકાય, પરંતુ સૂક્ષ્મ કાળની અપેક્ષાએ તો ઇચ્છા અને તેના કાર્યનું યુગપદ્ હોવું સંભવી શકે નહીં. સૂક્ષ્મ કાળની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો ઇચ્છા થવી અને કાર્ય બનવું એ બન્ને એક કાળમાં કદી બને જ નહીં. ઇચ્છા અને તે ઇચ્છા પ્રમાણે કાર્ય થવું એ બન્નેની વચ્ચે કાળનો અંતરાળ હોય જ છે, એટલે બન્નેનો કાળ ભિન્ન જ હોવો ઘટે છે. પ્રથમ ઇચ્છા થાય છે અને પછી તે ઇચ્છા પ્રમાણેનું કાર્ય થાય છે. ઈશ્વરને સૂક્ષ્મ કાળ માટે ઇચ્છા રહે તોપણ તે દુ:ખી થયો હશે, કારણ કે ઇચ્છા થવી તે જ દુઃખ છે. ઈશ્વરે જગત સર્જવાની ઇચ્છા કર્યા પછી જ્યાં સુધી કાર્ય નહીં થયું હોય ત્યાં સુધી તેને આકુળતા તો થઈ જ હશે. પરંતુ ઈશ્વરમાં દુ:ખ કેવી રીતે સંભવે? ઈશ્વરને આકુળતા થાય તો તેનું સ્વરૂપ ખંડિત થઈ જાય દોષયુક્ત થઈ જાય.
-
-
ઈશ્વર રાગરહિત હોવાથી તેના દ્વારા જગતની રચના સંભવે નહીં, કારણ કે રાગ વિના ઇચ્છા થાય નહીં અને ઇચ્છા વિના રચના સંભવે નહીં. જો ઈશ્વરને પણ કોઈ પ્રયોજન હોય તો તે ઈશ્વર જ કઈ રીતે કહેવાય? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે કર્માદિ કારણની અપેક્ષા વિના સ્વતંત્રતાથી અથવા કર્માદિ કારણની અપેક્ષાથી ઈશ્વરમાં જગતસર્જન સ્વભાવ છે એમ માનવામાં આવે તો કૃતકૃત્યત્વને
પરિપૂર્ણતાને બાધ આવે છે. જગતસર્જનની ઇચ્છા થવાથી ઈશ્વરમાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કૃતકૃત્યત્વ તો ત્યારે હોઈ શકે કે જ્યારે કાંઈ પણ કરવાનું બાકી ન હોય. અપૂર્ણતા, અસંતોષ, તૃષ્ણા, કુતૂહલ, કંટાળો આદિ ઇચ્છાનાં ઉદ્દ્ભવકારણો ઈશ્વરમાં આરોપાતાં ઈશ્વરના ઈશ્વરપણાનો જ નાશ થઈ જાય છે.૧
Jain Education International
ઈશ્વરે બનાવેલ જગતનું ઉપાદાનકારણ શું? તેના ઉત્તરમાં કેટલાક ઈશ્વરકતૃત્વવાદીઓ કહે છે કે ઈશ્વર પોતે જ ઉપાદાનકારણ છે. પરંતુ જો ઈશ્વર જગતનું ઉપાદાનકારણ હોય તો ઉપાદાનકારણના ગુણ કાર્યમાં આવવા જોઈએ, તેથી ઈશ્વરના સર્વજ્ઞત્વ, સર્વશક્તિત્વ આદિ ગુણ જગતના પદાર્થોમાં આવવા જોઈએ, પણ જગતમાં તેવું જણાતું ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, શ્લોક ૨૦૨ 'कमदिस्तत्स्वभावत्वे न किञ्चिद् बाध्यते विभोः 1 तत्स्वभावत्वे कृतकृत्यत्वबाधनम् ।।'
विभोस्तु
For Private & Personal Use Only
www.jainelibrary.org