Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પર ર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન નિશ્ચયનયથી વિચારણા કરવામાં આવે તો ચેતનકર્મનો - રાગ-દ્વેષનો કર્તા છે, કારણ કે અશુદ્ધ નિશ્ચયનય આત્માને અશુદ્ધ ભાવનો કર્તા માને છે.
જ્ઞાનીઓ બને નયથી વાત કરે છે. તે બન્ને વાત વિપરીત દિશામાં હોવા છતાં પણ વિરોધી નથી. કોઈ બે વાત વિપરીત હોય તો તેમાંથી એક ખોટી જ હોય એવી જીવને ભાંતિ છે. આ બન્ને વાત વિપરીત દિશામાં હોવા છતાં બન્ને સત્ય છે. તત્ત્વનિર્ણય કરીને બન્નેનો સ્વીકાર કરવો ઘટે છે. પક્ષીને ઊડવા માટે બને પાંખ જરૂરી છે. પક્ષી જો એક પાંખનો પક્ષ લે તો તે ઊડી જ ન શકે. તેને જમીન ઉપર જ રહેવું પડે. આકાશ સાથેનો તેનો સંબંધ જ તૂટી જાય. ઊડવા માટે તે પાંખોને વિપરીત દિશામાં ફેલાવે છે અને પોતાનું સંતુલન જાળવીને તે ઊડે છે. તેમ નય અંગેની વિપરીતતામાં વિરોધ ન દેખતાં, તે મંતવ્ય પાછળનો દષ્ટિકોણ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જો વિપરીત દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન જળવાય તો જ ચૈતન્યગગનમાં ઊડી શકાય.
- સત્ય તો એક જ છે, અબાધિત જ છે; પણ સત્યને જોવાના દૃષ્ટિકોણ બે છે. સત્ય નદી જેવું છે. જેમ નદી એક હોય પણ તેના કિનારા બે હોય; તેમ સત્ય એક જ હોય છે, પણ તેને જોવાના દૃષ્ટિકોણ બે છે. આ કિનારા ઉપર ઊભા રહીને જોયેલું સત્ય અને પેલા કિનારા ઉપર ઊભા રહીને જોયેલું સત્ય - એમ બે દૃષ્ટિકોણથી જોયેલાં સત્યની જુદી જુદી બે વ્યાખ્યાઓ થાય છે, પરંતુ તે દ્વારા નિરૂપાયેલું સત્ય તો એક જ છે.
સત્યરૂપી નદીના બે કિનારા છે, પરંતુ જીવ તેને એક કિનારાથી જ જોઈને અટકી જાય છે. જીવને એક અતિમાં ચોંટી જવામાં જ સાર્થકતા લાગે છે, પણ તેમ થવાથી બીજો કિનારો છૂટી જાય છે. જો બન્ને વક્તવ્યને યથાર્થપણે સમજવામાં ન આવે તો ભાંતિ થાય છે. કોઈ એક અતિમાં જકડાઈ જવું એ તો મિથ્યાત્વનું લક્ષણ છે, માટે એકાંતિક ન બનવું જોઈએ. એક જ અતિમાં ન અટકવું જોઈએ. કોઈ એક જ કિનારાના નિર્ણય ઉપર અટકવું નહીં. બીજા કિનારાનો નિર્ણય પણ કરવો જોઈએ. વસ્તુસ્થિતિનો સમ્યક્ નિર્ણય કરવો જોઈએ.
જીવે બરાબર સમજી લેવું જોઈએ કે એક જ નદીના બે કિનારા છે, એક જ સત્યના બે દૃષ્ટિકોણ છે. જ્યારે જીવ બને કિનારાને સમજે છે અને તે બન્ને વચ્ચે એક સંબંધ બાંધે છે ત્યારે તેને સત્યની ઝાંખી થાય છે. સપાટી ઉપરથી જોતાં તો બે કિનારા જુદા લાગે છે, પણ જરા ઊંડા ઊતરીને જોતાં ખબર પડે છે કે તળની ભૂમિ બે નથી, એક જ છે. કિનારા બે લાગે છે, પણ નદીની નીચે તો તે બને મળીને એક જ થઈ જાય છે. તે બન્ને એક જ ભૂમિના બે છેડા છે. બન્ને કિનારા નદીને સંભાળે છે. પાણી બન્ને વચ્ચે વહે છે, માટે તે નદીનું સ્વરૂપ ધારણ કરી શક્યું છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org